News of Tuesday, 1st April 2025
અભયભાઇ ભારદ્વાજના જન્મ દિવસ નિમિતે કાલે ૫ ભૂદેવોને પરશુરામ એવોર્ડ એનાયત કરાશે
પરશુરામ યુવા સંસ્થાન દ્વારા BAPS મંદિરના સભાગૃહમાં દમદાર આયોજનઃ સોૈરાષ્ટ્રભરમાંથી ભૂદેવો પધારશેઃ તૈયારીઓને આખરી ઓપ આપવા મીટીંગનો ધમધમાટ

રાજકોટઃ તા.૧: આવતી કાલે તા. ૦૨/બુધવારે પરશુરામ યુવા સંસ્થાનનાં આધ્યસ્થાપક અને રાજ્યસભાનાં સાંસદ શ્રી અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે કાલાવાડ રોડ સ્થિત ) બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી સભાગળહમાં યોજાશે ભવ્યાતિભવ્ય પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ (૨૦૨૫). પરશુરામ યુવા સંસ્થાન રાજકોટનાં ઉપક્રમે વિવિધ ક્ષેત્રે મુઠ્ઠીભરનું સમાજ પ્રત્યેનું યોગદાન આપનાર પાંચ ભૂદેવોને પરશુરામ એવોર્ડ અપર્ણ કરી સન્માનિત કરવામાં આવશે.
સંસ્થાન દ્વારા બ્રહ્મસમાજના વિવિધ તડગોળની, બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાઓની અને બ્રાહ્મણ વકિલોની મીટીંગ યોજાઈ ગઈ જેમાં તમામ સંસ્થાઓના તથા બ્રહ્મસમાજના વિવિધ તડગોળનાં વડાઓએ અને બ્રહ્મસમાજના સીનીયર વકીલોએ અભયભાઈના કાર્યક્રમને સફળ બનાવવા હાંકલ કરી છે.
પરશુરામ યુવા સંસ્થાન દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના તમામ બ્રહ્મ પરીવારોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. અભયભાઈનો કાર્યક્રમ હોવાથી અભયભાઈનાં સમાજ પ્રત્યેનું યોગદાનને ધ્યાને લઈને સમગ્ર સૌરાષ્ટ્રભ૨માંથી આવતી કાલે ભૂદેવો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પધારી કાર્યક્રમની શોભા વધારશે.
પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેળ હાજર રહેશે. કાર્યક્રમમાં બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના સંતો તથા સત પુરણધામ ધુનડા આશ્રમ, ભુવનેશ્વરીપીઠ ગોડલ અને કાળભૈરવ મંદિર પાલીતાણાના મહંતશ્રીઓ ઉપસ્થિત રહેશે અને કાર્યક્રમની શોભા વધારશે.
સંસ્થાન દ્વારા કાર્યક્રમમાં વિશેષરૂપે ટેક્રોલોજીનો ઉપયોગ કરી ઓડિયો વિઝયલ સીસ્ટમને અનુરૂપ સમારોહની વ્યવસ્થા આયોજીત કરવામાં આવી છે આ વર્ષ સંપુર્ણ કાર્યક્રમની થીમ વ્યસનમુકિતનાં સંદેશથી સુશોભીત કરવામાં આવી છે. સંસ્થાન દ્વારા સર્વ બ્રહ્મ પરીવારો અને મહેમાનો માટે સમારોહની પૂર્ણતાએ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. સાથે જ સંસ્થાન દ્વારા સમારોહમાં પધારતા બ્રહ્મ પરીવારો અને મહેમાનોના વાહોનોની ર્પાકિંગ વ્યવસ્થા ધ્યાને રાખીને ર્પાકિંગ માટે મહિલા કોલેજનાં મેદાનમાં ર્પાકિંગની વ્યવસ્થા સંસ્થાન દ્વારા સુનિヘુિત કરવામાં આવી છે.
કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ યુવા સંસ્થાનની નિરંજનભાઈ દવેની ટીમ તથા અભયભાઈ ભારદ્વાજની ઓફિસ ટીમ સાથે બ્રહ્મ વકિલ મિત્રોની ટીમ સહુંએ સાથે મળીને સમારોહની તડામાર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ કાર્યક્રમને સફળ બનાવવાઅંશભાઈ ભારદ્વાજ દ્વારા કાર્યકર્તાઓને વ્યવસ્થા સંદર્ભ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સહું બ્રહ્મ પરીવારોને પરીવાર સહિત પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
(2:48 PM IST)










