<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

‘દર્દીના ડોકટર'માંથી ‘ગુન્‍હેગારોના ડોકટર' બનેલા ડીસીપી (ક્રાઇમ) પાર્થરાજસિંહ ગોહિલનો જન્‍મદિવસ

 

રાજકોટ, તા., ૧ : શહેરના ક્રાઇમ વિભાગના પ્રથમ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલનો  આજે જન્‍મદિવસ છે. શિસ્‍તના આગ્રહી અને કડક નિષ્ઠાવાન અધિકારી તરીકે જેમની ગણના થાય છે તેવા ડીસીપી ગોહિલ મૂળ સુરેન્‍દ્રનગરના લીંબડી તાલુકાના પાણશીણાના વતની છે.૨૦૧૪ બેચના આઈપીએસ ડો.પાર્થરાજસિંહ ગોહિલે એમબીબીએસનો અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ ૨૦૧૪માં યુપીએસસીની પરિક્ષા પાસ કરી આઇપીએસ અધિકારી તરીકે જોડાયા હતા. તેમણે પ્રોબેશન પિરીયડમાં  ગોંડલ ખાતે ફરજ બજાવી હતી.  બાદમાં એએસપી રાધનપુર, પાટણ અને  ત્‍યારબાદ પોરબંદર એસપી તરીકે તેમને પોસ્‍ટીંગ આપવામાં આવ્‍યું હતું. જ્‍યાં પોરબંદરના કુખ્‍યાત ગુનેગારો  સામે કડક કાર્યવાહી કરી પ્રશંસનીય  કામગીરી કરી હતી.

ત્‍યાર બાદ ડો.પાર્થરાજસિંહ ગોહિલને મહેસાણા એસપી તરીકેની જવાબદારી સોપાઈ અને બાદમાં તેમને રાજકોટ ક્રાઇમ બ્રાંચના પ્રથમ ડીસીપી તરીકે મુકવામાં આવ્‍યા છે. આઈપીએસ તેમના ફરજકાળ દરમિયાન ડો. પાર્થરાજસિંહ ગોહિલે  કરેલી કામગીરી અને માનવીય અભિગમને  કારણે આજે પણ મહેસાણા અને પોરબંદરની જનતા તેમને યાદ કરે છે. રાજકોટમાં ચાર્જ સાંભળ્‍યા બાદ  શહેરમાં ગુનાઓ અટકાવવા અને ગુનાઓના ડિટેક્‍શન કરવા માટે તેમના માર્ગદર્શન  હેઠળ અનેક ઉત્‍કૃષ્‍ટ પરીણામો મળ્‍યા છે.  કાયદો વ્‍યવસ્‍થાની જાળવવા માટે પ્રશંસનીય કામગીરી કરી રહયા છે.તેમના જન્‍મદિવસે પરિવાજનો મિત્રો, ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ તેમજ સ્‍ટાફે ખુબ ખુબ શુભેચ્‍છાઓ પાઠવી છે.

(4:24 PM IST)