News of Tuesday, 1st April 2025
રાજકોટ જેલના ફરાર આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો
વચગાળાના જામીન ઉપર છુટયા બાદ નાસી છુટયો'તોઃ ભરૂચ પંથકમાંથી દબોચી લેવાયો

રાજકોટ તા.૧: રાજકોટ મધ્યસ્થ જેલમાંથી બળાત્કાર તથા પોક્સો એકટ હેઠળના વચગાળાના જામીન પરથી ફરાર કેદીને રૂરલ પેરોલ ફર્લો સ્કોડની ટીમે ભરૂચ પંથકમાંથી ઝડપી લીધો.
રાજકોટ ગ્રામ્યના પોલીસ અધીક્ષક હિમકરસિંહ તરફથી જીલ્લામાં પેરોલ જમ્પ તથા વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય જે અનુસંધાને, એલ.સી.બી ંશાખાના પોલીસ ઇન્સપેકટર વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સપેકટર આર.બી. બલદાણિયા એ.એસ.આઈ. નૌશાજભાઈ અલીભાઈ તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ સોલંકીને બાતમીદાર મારફતે મળેલ હકીકત આધારે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે બળાત્કાર તથા પોકસો એકટ હેઠળ સજા ભોગવી રહેલ પાકા કામના કેદી શૈલેષ રસીકભાઈ રાઠોડ રહે,ગામ-લાઠ તા,ઉપલેટા તા.૧૩/૦૩/૨૦૨૫ થી તા.૨૩/૦૩/૨૦૨૫ દિન-૧૦ ના વચગાળાના જામીન પર છૂટેલ હોય અને જેને તા,૨૪/૦૩/૨૦૨૫ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ હાજર થયેલ નહી અને વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ હોય જેને ભરૂચ જીલ્લાના વાલિયા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જેનો કબ્જો રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે.
(3:06 PM IST)










