<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

જૈન સમાજની નવી પેઢીને ધર્મ સાથે જોડતી કડીનું કામ પરિવારની મહિલાઓએ કરવાનું છેઃ ટીમ જૈનમ મહિલા સભ્‍યો

ભગવાન શ્રી મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ અંતર્ગત આયોજીત કાર્યક્રમોમાં સમગ્ર પરિવારને જોડાવવા આહવાન

રાજકોટઃ છેલ્લા અનેક વર્ષોથી રાજકોટનો સમસ્‍ત જૈન સમાજ જૈનમનાં સથવારે ભગવાન શ્રી મહાવીર સ્‍વામીનો જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ ખૂબ રંગે ચંગે ઉજવે છે ત્‍યારે આ મહોત્‍સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમની હારમાળા સર્જાવાની છે ત્‍યારે ટીમ જૈનમનાં મહિલા સભ્‍યોએ તમામ સમાજનાં લોકો તથા ખાસ જૈન સમાજનાં પરિવારોને વિવિધ ઉજવણીમાં જોડાવવા માટે હાંકલ કરી છે, સાથે જણાવ્‍યું છે કે સમાજની નવી યુવા પેઢી ધર્મથી દુર થતી જાય છે તેવા વાતાવરણ વચ્‍ચે નવી પેઢીને આપણા ધર્મની સમજ આપી આપણા સિધ્‍ધાંતો અને ધર્મ સાથે તેમને જોડતી મહત્‍વની કડીનું કામ આપણા સમાજનાં પરિવારનાં મહિલા સભ્‍યોએ કરવાનું રહેશે. ઘરની ગૃહીણીઓ અનેક પ્રકારની જવાબદારી એકલા હાથે નિભાવતી હોય છે ત્‍યારે આપણે જે કુળમાં જન્‍મ લીધો છે તેનું મહત્‍વ જો આપણી આવનારી પેઢી નહી સમજે તો આપણે અસ્‍તિત્‍વ ઉપર ખૂબ મોટુ જોખમ આવી પડે તેવી પરિસ્‍થિતિ ન સજાર્ય તે માટે જાગૃત બનીને સમાજની બહેનોએ આગળ આવી આ ભગીરથ કાર્ય કરવું પડશે.

આ અંગે ટીમ જૈનમનાં મહિલા સભ્‍યોએ જણાવ્‍યું હતું કે મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે આગામી તા.પ ને શનિવારે ઓપન રાજકોટ રંગોળી સ્‍પર્ધા અને તા. ૬ ને રવિવારે ઓપન રાજકોટ ચિત્ર સ્‍પર્ધા યોજાવાની છે તેમાં જૈનેતરો પણ ખૂબ બહોળી સંખ્‍યામાં જોડાતા હોય છે ત્‍યારે જૈન સમાજનાં સભ્‍યો તરીકે મહિલાઓએ પોતે અને પરિવારનાં બાળકો, યુવાનો એમ તમામ લોકોને અવશ્‍ય જોડવા જોઇએ, આ સ્‍પર્ધામા઼ જોડાનાર તમામ સ્‍પર્ધકોને રોકડ પુરસ્‍કાર તથા સર્ટીફીકેટ આપવામાં આવશે, આ ઉપરાંત વિજેતાઓને બહુમાન કરી વિશેષ ઇનામો આપવામાં આવનાર છે આ બન્‍ને સ્‍પર્ધામાં બનેલા રંગોળી અને પિત્રોને તા. ૬ થી તા. ૯ સુધી દરરોજ સાંજે પ થી ૧૦ તમામ લોકો નિહાળી શકે તે માટે એક જાહેર પ્રદર્શનીનાં સ્‍વરૂપે પ્રદર્શિત કરવામાં આવશે.

આગામી તા. ૧૦ એપ્રિલના રોજ મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણકનાં પાવન દિવસે અનેકવિધ દર્શનીય ફલોટ જોડાવવાનાં છે ત્‍યારે આ ઉપરાંત કળશધારી બહેનોથી શોભતી ધર્મયાત્રાનાં વધામણાં કરશે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે દિપ્‍તીબેન જીતેન્‍દ્રભાઇ કોઠારી,ઝરણાબેન વિભાશભાઇ શેઠ, કવિતાબેન પારસભાઇ શાહ, શિતલબેન  અમીષભાઇ દેસાઇ, જાગૃતિબેન જીતુભાઇ  લાખાણી, લીનાબેન અશોકભમાઇ વોરા, શ્રધ્‍ધાબેન નિપુણભાઇ દોશી, કોમલબેન બાવીસી તોરલબેન મહેતા, કોમલબેન વોરા, કવિતાબેન પારસભાઇ શેઠ તથા કોમલબેન મહેતા જૈનમ ટીમના મહિલા સભ્‍યો નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા ) (૩૬-૧૧)

(3:46 PM IST)