News of Tuesday, 1st April 2025
રાજકોટ નાગરિક બેંકના પ્રગતિશીલ પરિણામોઃ રૂા. ૧૪૪.૭૨ કરોડનો નફો બિઝનેશ રૂ&. ૧૦,૬૫૭ કરોડ
અવિરત પ્રગતિની પરંપરા જાળવી રાખી છેઃ દિનેશભાઈ પાઠકઃ સતત પાંચમા વર્ષે ઝીરો નેટ એનપીએનું સ્ટેટસ જાળવ્યું: જીવણભાઇ પટેલ

રાજકોટ તા.૧: રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા બિઝનેશ રૂ&. ૧૦,૬૫૭ કરોડ અને રૂા. ૧૪૪.૭૨ કરોડના નફા સાથે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રગતિશીલ પરિણામો રજુ કર્યા છે.
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક મો. ૯૪૨૬૪૫૯૮૬૬ અને વાઈસ ચેરમેન જીવણભાઈ પટેલમો. ૯૮૨૫૨૧૮૪૭૯ ની સંયુક્ત યાદી જણાવે છે કે, ‘૩૧ માર્ચ ૨૦૨૫ના અંતિત વર્ષ માટે બેંક નફો રૂા. ૧૪૪.૭૨ કરોડ નોંધાવેલ છે. જ્યારે ડિપોઝીટ રૂા. ૬, ૪૪૩ કરોડ, વિરાણ રૂ&. ૪,૨૧૪ કરોડ, બિઝનેશ રૂા. ૧૦,૬૫૭ કરોડ અને સીઠી રેશિયો ૬૫.૪૦ ટકા નોંધાયેલ છે. બેંકે સતત પાંચમા વર્ષે ઝીરો નેટ એનપીએનું સ્ટેટસ જાળવી રાખ્યું છે. જે બેંકની આર્થિક સદ્ધરતાનું પ્રતિબિંબ છે.
બેંકની વિવિધ માહિતીમાં જોઈએ તો, સાત દાયકાથી વધુ સમયથી જનવિશ્વાસની આરાધના કરતી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. અવિરત પ્રગતિના પંથે આગળ વધી રહી છે. તાજેતરમાં જ બેંક સભાસદ ભેટ વિતરણ શરૂ કર્યું અને ફક્ત ચાર માસના ટૂંકાગાળામાં ૧,૩૭,૦૦૦થી વધુ સભાસદોને સભાસદ ભેટ ઘેર બેઠાં મળી ચુકી છે. અંદાજે ૧,૬૦,૦૦૦થી વધુ સભાસદોએ ભેટને ઓનલાઈન રજીસ્ટર કરાવી છે. રિઝર્વ બેંક ઓફ ઈંડિયાના નિયમો મુજબ અને પોલીસી ડ્રીવન બેંકમાં નાના અને મધ્યમવર્ગને કેન્દ્રમાં રાખી તમામ કામગીરી થાય છે. ફક્ત ૮ ટકાના નજીવા વ્યાજદરે નવી કાર લેવા માટે લોન, મહિલાઓને ધિરાણમાં વિશેષ લાભ, ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા હોમ લોન, સોલાર માટેની લોન, ત્વરિત સૌના ધિરાણ સુવિધા, નાગરિક સહકાર વિરાણ, જીએસટી સરોગેટ ધિરાણ, બાળકોને નાનપણથી જ બેંકિંગ વ્યવહારની ટેવ પડે તે હેતુથી મિશન નેકસ્ટ જનરેશન, ૧૦ વર્ષથી વધુ અને ૧૮ વર્ષ સુધીના બાળકોને પોતાની સહીથી બેંકિંગ વ્યવહાર કરવાની સુવિધા આપનાર ગુજરાતની સર્વ-થમ સહકારી બેંક, મોબાઈલ અને વ્હોટ્સએપ બેકિંગની સેવાઓ ૨૪/૭ ઉપલબ્ધ છે.
ડિજીટલ બેંકિંગનો વ્યાપ જોઈએ તો બેંકના કુલ વ્યવહારમાંથી અંદાજે ૯૦ ટકા ડીજીટલી થઈ રહ્યા છે. સમયની સાથે કદમ મિલાવતાં, બેંકિંગ સોફ્ટવેરમાં ઇન્ફોસીસ કંપનીનો ફ્રિનેકલ સોફ્ટવેર ટૂંક સમયમાં કાર્યરત થશે. જેનો વ્યાપક લાભ ગ્રાહક સેવામાં અવશ્ય જોવા મળશે. બેંકની વિવિધ શાખાઓમાં ઈ-લોબી કાર્યરત છે. છેલ્લા ૧૨ વર્ષથી સભાસદોને રૂા. ૧ લાખના અકસ્માત વીમાનું સુરક્ષા કવચ આપેલું છે. અનેક આયામો થકી ઁનાના માણસની મોટી બેંક સૂત્ર સતત ચરિતાર્થ થાય છે. ડિપોઝીટમાં મહત્તમ વ્યાજદર અને ધિરાણમાં લઘુત્તમ વ્યાજદરને કારણે કોઈપણ આર્થિક વ્યવહાર માટે સભાસદ-ખાતેદારની પહેલી પસંદ રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. છે. બેંકના સીઈઓ અને જનરલ મેનેજર વિનોદ કુમાર શર્મા શ્રેષ્ઠ પરિણામીની પરંપરા જળવાઈ રહી તે માટેનો યશ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ, શાખા વિકાસ સમિતિનાં સભ્યો, ડેલીગેટ, વિશાળ ગ્રાહક વર્ગ, સભાસદ પરિવારજનો કર્મઠ કર્મચારીગણને આપેલ હોવાનું બેંકની યાદીના અંતમાં જણાવાયું છે.(૩૮.૧૭)
(3:46 PM IST)










