<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

તંત્રની તીજોરી છલકાઇઃ અ..ધ..ધ.. ૪૧૨.૧૦ કરોડ જમા

મનપાને વેરાની ઐતિહાસીક આવક : નાણાકિય વર્ષ ૨૦૨૪-૨૫ના ૪૧૦ કરોડના લક્ષ્યાંક પુર્ણ કરતા ૪.૧૮ લાખ કરદાતાઓઃ મ્‍યુનિ. કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ૧૨.૮૪ ટકા વૃધ્‍ધિ સાથે ગત વર્ષ કરતા ૪૬.૮૮ કરોડ વધુ આવક

રાજકોટ, તા. ૧ : મનપા  કોર્પોરેશનની મુખ્‍ય આવકનોસ્ત્રોત એવી વેરા  શાખાને ગઈકાલે રાત સુધીમાં ૪.૧૮ લાખ મિલ્‍કત ધારકોએ વેરો ભરપાઈ કરી દેતા મહાનગરપાલિકાએ લક્ષ્યાંક પાર કરી રૂપિયા ૪૧૨.૧૦ કરોડની વસુલાત કરી હતી. જે ગત વર્ષની તુલનાએ રેકર્ડબ્રેક હોવાનું વેરાવિભાગે જણાવ્‍યું હતું.

મહાનગરપાલિકાની મિલ્‍કતવેરાની આવક નાણાકીય વર્ષ -ર૦ર૪-રપ પૂર્ણ થવા સાથે રૂા. ૪૧૨.૧૦ કરોડ થતાં  મનપાનો લક્ષ્યાંક  પુરો થવા ઉપરાંત વધારાની રકમ એકત્ર થઈ જતા વેરા શાખાની ટીમમાં આનંદ ફેલાયો હતો. મનપાના અધિકારીઓની ટીમ દ્વારા નિયમીત વસૂલાત કામગીરી કરવામાં આવતા વસૂલાત ૪૧૨.૧૦ કરોડ થઈ હતી. રાજકોટ મહાપાલિકાની વેરા શાખાએ વિક્રમી આવક કરી ટાર્ગેટ પુરો કરવા ઉપરાંત વધારાની રકમ એકત્ર કરી છે.ગત સાલ ટાર્ગેટ સુધી પહોંચવામાં ૧૦ કરોડનું છેટુ રહી ગયું હતું. આ વખતે ટાર્ગેટ વધીને ૪૧૦ કરોડ કરી દેવાયો હતો આમ છતા તે હાંસલ કરવા ઉપરાંત વધારાની રકરોડની આવક મેળવવામાં સફળતા મળી છે. મનપા દ્વારા સઘન ઉઘરાણી ચાલુ રાખવામાં આવતા વસૂલાતમાં સુધારોથયો છે. ગત સાલ ૩,૯૫,૪૫૪ મિલકત ધારકોએ ૩૬૫ કરોડ જમા કરાવ્‍યા હતા જેની સામે ચાલુ વર્ષે ૪.૨૫ લાખ વેરા ધારકોએ ૪૧૧ કરોડની રકમ ભરપાઈ કરીછે. આ પૈકી ૨૦૧ કરોડ ઓન લાઈન મળ્‍યા છે. ૨૧૧ કરોડની વસૂલાત મનપાની ટીમે મહેનત કરીને મેળવી છે. સતત ફોલો અપ લેવાતા ટાર્ગેટ સુધી પહોંચવામાં ટીમ સફળ થઈ હતી.

રાજકોટ મહાપાલિકાને વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૧૦ કરોડની વસૂલાતનો ટાર્ગેટ આપવામાં આવ્‍યો હતો. જેની સામે ગઈકાલે રાત્રીના ૧૨ વાગ્‍યા સુધીમાં ૪૧૨.૧૦ કરોડની વસૂલાત કરી દેવામાં આવી છે. ૪.૧૮ લાખ વેરા ધારકો પાસેથી કર વસૂલાત થઈ છે. ગઈકાલે છેલ્લા દિવસે મેડિકલ કોલેજ તરફથી ૧.૨૫ કરોડની રકમ ભરપાઈ કરવામાં આવી હતી. જેના લીધે લક્ષ્યાંક કરતા વધુ આવક આ વખતે મહાપાલિકાને થઈ છે.

ગત નાણાકિય વર્ષ કરતા ૧૨.૮૪ ૅ ની વૃદ્ધિ સાથે ચાલુ નાણાકિય વર્ષમા કુલ ૪૬.૮૮ કરોડ વધારાની આવક કરવામાં આવી છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪૨૫ માં કુલ ૪,૧૮,૮૨૯ મિલ્‍કતોનો વેરો ભરાયેલ છે. આમ ગત વર્ષ ૨૦૨૩૨૪ ની સાપેક્ષમાં ૨૩,૩૬૯ વધુ મિલકતોમાં વેરાની વસુલાત થવા પામી  છે.

વેરા વસુલાતની કામગીરી દરમિયાન કુલ ૮,૨૦૪ મિલ્‍કતોને જપ્તી નોટિસ બજવણી કરવામાં આવેલ તથા કુલ ૧,૪૭૧ મિલકતો સિલિંગ કરેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૪૨૫ની રિકવરી ઝુંબેશ અંતર્ગત તા.૦૧/૦૪/૨૦૨૪ થી તા.૩૧ માર્ચ  સુધી કુલ ૪,૧૮,૮૨૯ કરદાતાઓ પાસેથી કુલ આવક રૂ.૪૧૨.૧૦ કરોડની વસુલાત થયેલ છે. જેમાં રોકડથી થયેલ આવક રૂ.૧૦૫.૪૫ કરોડ, ચેકથી થયેલ આવક રૂ.૧૦૦.૭૪ કરોડ તથા ઓનલાઈનથી થયેલ આવક રૂ.૨૦૫.૯૧ કરોડ છે. કુલ કરદાતાઓ ૪,૧૮,૮૨૯ પૈકી ૨,૬૮,૦૭૪ કરદાતાઓ દ્વારા ઓનલાઇન પેમેન્‍ટ કરવામાં આવેલ અને ૧,૫૦,૭૫૫ કરદાતાઓ દ્વારા ઓફલાઇન પેમેન્‍ટ કરવામાં આવેલ.

વ્‍યવસાય વેરા વિભાગ

અન્‍ય કર સેલ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૪૨૫ માં નિયત કરવામાં આવેલ વ્‍યવસાય વેરા વિભાગના રૂ.૩૨.૦૦ કરોડના ટાર્ગેટ સામે રૂ.૩૨.૦૬ કરોડની વસુલાત થયેલ છે. જે ગત નાણાકિય વર્ષ ૨૦૨૩૨૪ ની રૂ.૨૮.૮૬ કરોડની આવક કરતા રૂ.૩.૨૦ કરોડ જેટલી વધુ છે.

 થીયેટર ટેક્ષ

અન્‍ય કર સેલ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૪૨૫ માં નિયત કરવામાં આવેલ થીયેટર ટેક્ષના રૂ.૧૦.૦૦ લાખના ટાર્ગેટ સામે રૂ.૧૧.૪૪ લાખની વસુલાત થયેલ છે. જે ગત નાણાકિય વર્ષ ૨૦૨૩૨૪ ની રૂ.૮.૧૫ લાખની આવક કરતા રૂ.૩.૨૯ લાખ જેટલી વધુ છે. 

વાહન વેરો

અન્‍ય કર સેલ દ્વારા નાણાકિય વર્ષ ૨૦૨૪૨૫ માં નિયત કરવામાં આવેલ વાહન વેરાના રૂ.૨૮.૦૦ કરોડના ટાર્ગેટ સામે રૂ.૨૬.૯૨ કરોડની વસુલાત થયેલ છે. જે ગત નાણાકિય વર્ષ ૨૦૨૩૨૪ માં આ આવક રૂ.૩૦.૧૯ કરોડ થયેલ. વર્ષ ૨૦૨૪૨૫ માં કુલ ૪૯,૦૮૯ વાહનોની નોંધણી થયેલ અને વર્ષ ૨૦૨૩૨૪ માં ૪૭,૭૩૬ વાહનોની નોંધણી થયેલ.

વાહન વેરો

 આસી.કમશ્‍નર સમીર ધડુક, આસી. કમિઁર દિપેન ડોડિયા, સેન્‍ટ્રલ ઝોન મેનેજરશ્રી વત્‍સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્‍યા , ભાવેશ પુરોહિત,વેસ્‍ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્‍ગુની કલ્‍યાણી ,એચ.જે.જાડેજા, ઇસ્‍ટ ઝોન મેનેજરશ્રી નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સપેક્‍ટરો દ્વારા વેરા વસુલાતની આ સઘન કામગીરી કરવામાં આવેલ છે. (૯.ર૧)

(3:47 PM IST)