<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

મનપાના સ્‍પોર્ટસ સંકુલમાં ૨૭મીથી નોંધણી શરૂઃ સત્તાવાર જાહેરાત છેક આજે!

સ્‍વીમીંગ સહિતની રમત-ગમતો માટે હાઉસફુલ બાદ પ્રવેશ પ્રક્રીયાની ઘોષણાથી તર્ક વિતર્ક

રાજકોટ તા.૧: મહાનગરપાલિકા હસ્‍તકની વિવિધ રમત ગમતની સુવિધાઓ જેવી કે સિન્‍થેટીક એથ્‍લેટીક ટ્રેક, સિન્‍થેટીક ટેનીસ કોર્ટ, વોલીબોલ, બાસ્‍કેટબોલ કોર્ટ, રેસકોર્ષ જીમ, નાના મવા મલ્‍ટિ એક્‍ટીવિટી સેન્‍ટર લેડિઝ જીમ, શેઠ હાઇસ્‍કુલ જીમ, હૈદરી ચોક જીમ તથા તાાનાગારો ખાતે શ્રી સરદાર વલલ્‍ભભાઇ પટેલ તાાનાગાર કોઠારીયા રોડ, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્‍વતી તાાનાગાર કાલાવડ રોડ, શ્રી સ્‍વામી વિવેકાનંદ તાાનાગાર પેડક રોડ તથા શ્રી જીજાબાઇ મહિલા સ્‍નાનાગાર શિખાઉ તથા જાણકાર સભ્‍યો માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રવેશ પ્રક્રિયા તા.૨૭ માર્ચથી શરૂ કરવામાં આવેલ છે. મેમ્‍બરશિપ રજિસ્‍ટ્રેશન રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in ના માધ્‍યમથી, રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકના તમામ સિવિક સેન્‍ટર તથા વોર્ડ ઓફીસ ખાતે થઇ શકશે.

વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્‍યાન શહેરીજનો દ્વારા પોતાના આરોગ્‍ય પ્રત્‍યે સજાગ બનીને વિવિધ રમત ગમતની સુવિધાઓનો બહોળા પ્રમાણમાં લાભ લીધેલ છે.

ગયા વર્ષે નોંધાયેલ સભ્‍યો

વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્‍યાન રમતગમતની સુવિધાઓમાં નીચેની વિગતે મેમ્‍બર્સની સભ્‍ય સંખ્‍યા નોંધાયેલ છે.

રમતગમતની સુવિધાનું નામ                      નોંધાયેલ સભ્‍યોની સંખ્‍યા

સિન્‍થેટીક એથ્‍લેટીક ટ્રેક રેસકોર્ષ                  ૧૦૨૨૩

સિન્‍થેટીક ટેનીસ કોર્ટ રેસકોર્ષ                             ૧૪૯

સિન્‍થેટીક બાસ્‍કેટબોલ કોર્ટ રેસકોર્ષ               ૨૪૬

વિવિધ જીમ                                      ૩૩૭૬

શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ તાાનાગાર, કોઠારીયા રોડ     ૩૬૯૮

શ્રી મહર્ષિ દયાનંદ સરસ્‍વતી તાાનાગાર, કાલાવડ રોડ         ૫૬૯૯

શ્રી લોકમાન્‍ય તિલક તાાનાગાર, રેસકોર્ષ                    ૧૫૬૬

શ્રી સ્‍વામી વિવેકાનંદ તાાનાગાર, પેડક રોડ                         ૩૨૮૦

શ્રી જીજાબાઇ તાાનાગાર, સાધુ વાસવાણી રોડ         ૧૬૫૫

      વોલીબોલ કોર્ટ                                        ૧૨૩

કુલ નોંધાયેલ સભ્‍યોની સંખ્‍યા                                ૩૦,૦૨૫

(4:25 PM IST)