<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

સ્‍વ.ભગવાનજીભાઈ નથવાણી પરિવાર તરફથી આજે અલૌકિક ચુંદડી મનોરથ કરાશે

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્‍તાહમાં નરેન્‍દ્રભાઇ નથવાણી, શ્રીમતી નીકીતાબેન નથવાણી, જેનીલભાઈ નથવાણી સહિતના ભાવિકો પવિત્ર કાર્યમાં સહભાગી થશે : શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહમાં પરમ દિવસ ગુરૂવારે નથવાણી પરિવાર દ્વારા ગોવર્ધન પૂજા પણ રાખવામાં આવી

રાજકોટ, તા. ૧ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને ભવ્‍ય - જાજરમાન શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહનું આયોજન ૫ એપ્રિલ ૨૦૨૫ સુધી રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે કરવામાં આવ્‍યુ છે.

પવિત્ર ભાગવત સપ્‍તાહના આજરોજ ત્રીજા દિવસે રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ સ્‍વ.ભગવાનજીભાઈ જેઠાભાઈ નથવાણી પરિવાર તરફથી અલૌકિક ૧૦૮ ચુંદડી મનોરથ રાખવામાં આવ્‍યો છે. શ્રીમદ્દ ભાગવત કથામાં જયારે યમુનાજીનું વર્ણન આવે ત્‍યારે સમયને અનુરૂપ આ પવિત્ર કાર્ય રાખવામાં આવ્‍યુ છે. મોટા પાણીના ટબમાંથી એક - એક ચુંદડી પાસ કરીને મનોરથમાં ઈશ્વર ભકિત કરવામાં આવે છે. ખૂબ જ આકર્ષક અને ભાવવિભોર કરતુ દૃશ્‍ય રચાતુ હોય છે.

નથવાણી પરિવારના અને પૂ.રણછોડદાસજી મહારાજ આશ્રમના ટ્રસ્‍ટી શ્રી નરેન્‍દ્રભાઈ નથવાણી (મો.૯૯૦૯૪ ૦૦૦૭૪), રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટી શ્રીમતી નીકીતાબેન નરેન્‍દ્રભાઈ નથવાણી, આરસીસી બેન્‍કના ડીરેકટર શ્રી જેનીલભાઈ નરેન્‍દ્રભાઈ નથવાણી, શ્રીમતી આસ્‍થાબેન જેનીલભાઈ નથવાણી, પૂજા તથા પ્રેમ જેનીલભાઈ નથવાણી સહિતના ભાવિકો પવિત્ર ચુંદડી મનોરથમાં સહભાગી બનીને પૂણ્‍યનું ભાથુ બાંધશે. શ્રીમદ્દ ભાગવત કથામાં પરમ દિવસ ગુરૂવાર તા.૩ એપ્રિલ ૨૦૨૫ના રોજ સ્‍વ.ભગવાનજીભાઈ જેઠાભાઈ નથવાણી પરિવાર દ્વારા પવિત્ર ગોવર્ધન પૂજા રાખવામાં આવી છે.

(4:13 PM IST)