તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 1st April 2025
ટીકા કરવાવાળા નહીં, ટેકા કરવાવાળા બનો : વિવેક, સંસ્કાર અતિ જરૂરી : નેહલબેન ગઢવી
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહમાં જાણીતા મોટીવેશનલ સ્પીકરનું સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપયોગી વકતવ્ય

રાજકોટ, તા., ૧ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને રેસકોર્ષ, રાજકોટ ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. જેમાં ગઇકાલે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત જાણીતા મોટીવેશન સ્પીકર, ખાસ કરીને મંદ બુધ્ધિના બાળકો માટે પ્રેરણારૂપ કામગીરી કરનાર તથાસ્ત્રી સશકિતકરણ સંભર્દે હકારાત્મક અભિગમ ધરાવતા નેહલબેન ગઢવીનું જીવનોપયોગી વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યું હતું. ‘જીવન અને સંઘર્ષ' વિષય પરના સમાજોપયોગી વ્યાખ્યાનમાં સેંકડો ભાવિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
નેહલબેન ગઢવીએ જણાવ્યું હતું કે આજના સમયમાં ટીકા કરવાવાળા નહીં, ટેકા કરવાવાળા બનો, અને સાથે સાથે માનવીમાં વિવેક અને સંસ્કાર અતિ જરૂરી છે જેને કારણે તે સમાજમાં લોકપ્રિય બનીને સમાજસેવા કરી શકે છે.
નેહલબેન ગઢવીએ વધુમાં જીવનોપયોગી શીખ આપતા કેટલાક વાકયો કહ્યા હતા. જે તેમના વકતવ્યના અંશ રૂપે જોઇએ તો...
* તમારા થકી પૃથ્વી પરની એકપણ વ્યકિતની આંખમાં આસુ આવે તે પાપ કહેવાય અને તેનું પ્રાયヘતિ કરવું પડે છે.
* કોઇની આંતરડી ઠારી હોય તો કદી દુઃખ ભોગવવું ન પડે.
* જયાં સુધી માણસમાં હવા ન ભરાય ત્યાં સુધી તે મોટો રહે છે.
* કોઇને સારૂ લગાડવા માટે જે દિવસે જીવવાનું શરૂ કર્યુ ત્યારથી કદાચ પોતાનો વિકાસ અટકી શકે, મુંઝવણ વધી શકે કારણ કે સામેવાળાના પેરા મીટર્સ બદલતા રહેતા હોય છે.
* કોઇના વગર કોઇ અટકતું નથી.
*સ્ત્રીઓનું યોગદાન ઘરમાં અનન્ય હોય છે, જેનો હિસાબ ન હોઇ શકે.
* કશુ ન કરી શકીએ તો કંઇ નહીં, પરંતુ કોઇના દિલથી વખાણ કરીએ તો પણ ધન્ય થવાય. આપણે દુર દુરના સગાઓ કે લોકોના જ વખાણ કરતા હોઇએ છીએ. પરંતુ નજીકના લોકોથી જ દુર રહેતા હોઇએ છીએ.
* પતિ-પત્નીએ હંમેશા એક બીજાને સોરી કહેતા શીખવું જોઇએ.
* અજાણ્યા લોકો માટે આપણે સારા રહીએ છીએ તો તેવા આપણાં પોતાના માટે કેમ નથી બની શકતા ?
* કળીયુગમાં દેવતા અને દાનવ એક જ શરીરમાં રહે છે. તેમાંથી રામ પ્રગટશે કે રાવણ પ્રગટશે તે સમય જ બતાવે છે.
* અન્યારે માત્ર જીભના કારણે જ મોટાભાગના સંબંધો બગડતા હોય છે.
* કોઇએ તમારા જીવનમાં પ્રાણ પુર્યા હોય તો તેને હંમેશા યાદ કરવાનું રાખવું જોઇએ.
* ઇશ્વરે પશુમાંથી વાચા લીધી, વૃક્ષ પાસેથી મોહ લીધો, પંખીમાંથી લોભ લઇ લીધો અને માણસમાંથી સંતોષ લઇ લીધો, આ બધાથી આખું ચક્કર ચાલ્યા જ કરે છે. આપણને જીવનમાં ખુબ અસંતોષ અને ફરીયાદ હોય છે.
* પૈસાથી તમામ સુખ ખરીદી શકાતા નથી. પરંતુ દુઃખ ઓછા જરૂર કરી શકાય છે.
* ઇશ્વરે આપણને ઘણું બધુ આપ્યું છે અને આપણે ખુબ સુખી છીએ. જીવનમાં સંતોષ જરૂરી છે.
અન્ન પડતું મુકીએ ત્યારે ખેતરમાં કાળી મજુરી કરનાર ખેડુતોનો વિચાર કરવો જોઇએ. ઘણા લોકો બે ટાઇમનું જમવાનું પણ શોધતા હોય છે.
*ભાગવત કથાને કારણે વ્યકિતત્વમાં હકારાત્મક ફેરફાર આવે છે.
* ઇશ્વર સર્વશકિતમાન છે અને તેની પાસે સર્વેનો હિસાબ હોય છે. તેની લાકડી પણ પડી શકે છે.
* વખાણ સાંભળવા હોય તો કોઇકના વખાણ કરવાનું શરૂ કરી દેવું જોઇએ. માન આપીએ તો માન મળે.
આ ઉપરાંત નેહલબેન ગઢવીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પાડવામાં આવેલ. અમુક ઉપયોગી આંકડાકીય માહીતી પણ આપી હતી. હાજર રહેલ સેંકડો ભાવિકોને જીવનોપયોગી શીખ આપી હતી.
(4:16 PM IST)










