<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

પશુપાલકોને ખુશખબર : રાજકોટ જિલ્લા સહકારી ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે ₹10 નો વધારો કર્યો

પશુપાલકોને 780 રૂપિયા ચૂકવાતા હતા હવે પ્રતિ કિલો ફ્લેટ 790 રૂપિયા ચૂકવવામાં આવશે

 રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે એક સારા સમાચાર છે કે રાજકોટ જિલ્લા સહકારી ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે પ્રતિભેટે ₹10 નો વધારો કરવામાં આવ્યો છે રાજકોટ ડેરી દ્વારા આ એક નિર્ણય લેવામાં આવ્યો છે એટલે હવે પશુપાલકોને મોટો ફાયદો થશે  પ્રતિકિલો ફેટે ₹10 નો વધારો કરાતા હવે નવો ભાવ ₹790 પ્રતિ કિલો ફેટ કરાયા છે .

 રાજકોટ જિલ્લા સહકારી ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ (fat) ₹10 નો વધારો કરવામાં આવ્યો છે. હવે દૂધ ઉત્પાદકોને ₹790 પ્રતિ કિલો ફેટ ચૂકવવામાં આવશે, જે ગઈકાલે ₹780 હતો.

 

(6:59 PM IST)