<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

માર્ચ એન્‍ડીંગને કારણે જમીન-મકાન-ફલેટની ખરીદીમાં તેજીનું વાવાઝોડૂઃ ૧પ૮૯પ દસ્‍તાવેજ નોંધાયા

સૌથી વધુ રાજકોટ-ર, મોરબી રોડ પર ૧૮૬૦ તો સૌથી ઓછા વીંછીયા ક્ષેત્રમાં ૧૧ર ની નોંધણી ફેબ્રુઆરી-ર૦રપ કરતા માર્ચમાં રર૦૦ દસ્‍તાવેજ વધુ નોંધાયાઃ સરકારને ર૦ કરોડની વધુ કમાણીઃ કુલ આવક ૧૦ર કરોડ

રાજકોટ તા. ર :.. રાજકોટ શહેર-જીલ્લાની ૬૮ સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં જમીન-મકાન-ફલેટની ખરીદી-વેચાણ સંર્દભે અને માર્ચ એન્‍ડીંગ હોય, તેના કારણે તેજીનું વાવાઝોડું ફુંકાયું હોય તેમ ગયા ફેબ્રુઆરી રપ, કરતા માર્ચ મહિનામાં રર૦૦ થી વધુ દસ્‍તાવેજ નોંધાયા હતા, તો સરકારને એક મહિનામાં ર૦ કરોડની વધુ આવક નોંધાઇ હતી, માર્ચ મહિનામાં કુલ ૧પ૮૯પ દસ્‍તાવેજ અને ટોટલ ફી ૧૪ કરોડ ૪ર લાખ તથા વપરાયેલ સ્‍ટેમ્‍પ ડયુટી ૮૮ કરોડ ૪૪ લાખ સહિત કુલ ૧૦ર કરોડ ૮૬ લાખની તોતીંગ આવક નોંધાયાનું સબ રજીસ્‍ટ્રાર કચેરીના અધિકારી સૂત્રોએ ગઇકાલે સાંજે ઉમેર્યુ હતું.

તેમણે જણાવેલ કે તમામ ૧૮ સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં છેલ્લા ૮ દિવસ સ્‍લોટ હાઉસફુલ થતા સમય પણ વધારવો પડયો હતો.

સૌથી વધુ દસ્‍તાવેજ રાજકોટ-ર-મોરબી રોડ પર ૧૮૬૦ તો સૌથી ઓછા દસ્‍તાવેજ વિંછીયા ક્ષેત્રમાં ૧૧ર નોૅધાયા છે.

અન્‍ય ઝોનમાં નોંધાયેલ દસ્‍તાવેજોમાં ઉપલેટા-૬ર૩, ગોંડલ ૧પર૭, જેતપુર-૭૯૭, રાજકોટ-૪ રૈયા ૧૦૪૧, ધોરાજી-૪૩૩, રાજકોટ-૩ રતનપર-૧૩૬૩, રાજકોટ-૧ ૧૦૩પ, કોઠારીયા (ઝોન-૭), ૧૦૧૧, કોટડા સાંગાણી-૬૩૩, રાજકોટ-પ મવા ક્ષેત્રમાં ૮૪૬, લોધીકા ૯૧૩, જામકંડોરણા ૧૩૭, જસદણ-પ૯૮, પડધરી ૩૭૪, રાજકોટ-૬, મવડી ક્ષેત્રમાં ૧૭૩૮, તથા રાજકોટ-રૂરલ-ઝોન-૮ માં ૮પ૪ દસ્‍તાવેજો નોંધાયાનું જાહેર થયું છે.

(11:38 AM IST)