<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

કેન્‍દ્ર ગુજરાત સરકારના નેશનલ હાઈવે પરના ટોલ ટેક્‍સમાં જબરા વધારાનો કોંગ્રેસનો

વિરોધઃ ગુજરાતમાં ૧૧ હજાર કરોડના રસ્‍તા સામે ૧૯ હજાર કરોડ કટકટાવી લીધા

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી જણાવે છે કે કેન્‍દ્ર ગુજરાત સરકારની નવા નાણાકીય વર્ષમાં પ્રજાને ટોલ ટેક્‍સમાં ૫્રુ થી ૧૫્રુ નો વધારો કરીને લુટવાનો જે કારસો ઘડવામાં આવ્‍યો છે તેનો વિરોધ છે.

સ્‍ટેટ હાઇવે પર ટોલટેક્‍સ વસૂલવા માટેના નિયમોને ઘોળીને ખુદ સરકાર પી ગઈ અને નેશનલ હાઇવે ના રોડ પર ટોલની મુદત પૂરી થવા છતાં ૧૫ ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે. અમદાવાદ થી મહેસાણા શામળાજી ગોધરા ના રોડ પરના ટોલટેક્‍સમાં સરેરાશ ૧૪.૯૫ ટકાનો વધારો કરાયો છે સરખેજ થી માળીયા સુધીના રોડ પરના ટોલટેક્‍સમાં ૧૫ ટકાનો વધારો કરાયો છે. ટોલ રૂપિયા ૨૩૦ થી ૨૫૦ નો વધારો કરાયો છે.  ગુજરાત રાજ્‍યમાં કેન્‍દ્ર સરકાર દ્વારા ૧૯ હજાર કરોડ ટોલટેક્‍સ પેટે કટ કટાવી લીધા બાદ ફક્‍ત ૧૧ હજાર કરોડના રસ્‍તા બનાવ્‍યા છે. તાજેતરમાં જેતપુર હાઇવે પર ભંગાર રસ્‍તા અંગે વેપારીઓએ આંદોલન કરવું પડ્‍યું હતું કે કરોડો રૂપિયાના ટોલટેક્‍સ પેટે ખિસ્‍સા ખંખેરિયા બાદ રસ્‍તાની હાલત ભંગાર અને ખખડધજ હોય ત્‍યારે ટોલટેક્‍સ ખરેખર હોવો ન જોઈએ અને તેમ છતાં સરકારી તિજોરી ભરવા નો એકમાત્ર ઉદ્દેશ્‍ય હોય એ પ્રકારે ટોલટેક્‍સમાં ગુજરાતના લોકોને લૂંટવાનો કારસો ચાલી રહ્યો છે.

હાલ રાજકોટ અમદાવાદ સીક્‍સ લેન્‍ડમાં ત્રણ મુખ્‍યમંત્રીઓ બદલાઈ ગયા છતાં કામ હજુ પૂર્ણ થયું નથી ૧૫૬ ની સરકારના ડબલ એન્‍જિનના ધારાસભ્‍યોએ પણ અમદાવાદનું કામ તાકીદે પૂર્ણ કરવા વખતોવખત રજૂઆતો કરવામાં આવી છે અને તેમ છતાં આજે કામ પૂર્ણ થયું નથી. અમદાવાદ હાઈવે પર ટોલનાકાઓ લોકોને લૂંટવામાં ત્રણ થી ચાર જગ્‍યાએ ટોલનાકા નહી પરંતુ લૂંટનાકા તૈયાર થઈ રહ્યા છે. ખરેખર રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારની જો દાનત હોય તો દરેક ટોલનાકા ઉપર સાઇનિંગ બોર્ડ હોવા જોઈએ કે આ રસ્‍તો કેટલા કરોડમાં બન્‍યો છે અને ટોલનાકા પેટે કેટલા રૂપિયા સરકારે ટેક્‍સ વસુલી લીધો છે તેનું અપડેટ રોજબરોજ સાઇનિંગ બોર્ડ સાથે ડિજિટલ બોર્ડમાં રોજે રોજ ગુજરાતની જનતાને દેખાય તે પ્રકારે ખર્ચની વિગત આવેલ ટોલટેક્‍સ માંથી બાદ થઈ અને જ્‍યારે રસ્‍તા પરના ખર્ચની વિગત ઝીરો આવી જાય ત્‍યારે આપો આપ તે સમયથી ટોલ ટેક્‍સ નાબૂદ થઈ જવો જોઈએ.

પરંતુ એ થતું નથી ફક્‍ત રસ્‍તાઓ બનાવવા માટે ટોલનાકા પરથી નાણા વસૂલતા હોય એવું નથી ટોલટેક્‍સ એ રસ્‍તાઓ માટે ન લેવાતો હોય અને નેતાઓના રજવાડી ઠાઠ માટે ઉઘરાણા કરતા હોય તે પ્રકારે ચાલી રહ્યો છે.

એક તો ટોલટેક્‍સ આકરો છે અને વધુ પાંચ થી ૧૫ ટકા જ્‍યારે વધારો કરાયો હોય ત્‍યારે કમરતોડ ટોલટેક્‍સનો વધારો ગુજરાતની પ્રજા માટે આકરો અને અસહ્ય હોવાનું શ્રી રાજાણી જણાવે છે.

(2:53 PM IST)