તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 2nd April 2025
વાસી સંભાર- મંચુરિયન- પનીર સહિત કુલ ૬૧ કિલો જથ્થાનો નાશ
મનપાની ફુડ શાખાનું મવડી- સાધુવાસવાણી રોડ વિસ્તારમાં ચેકીંગ : નીલકંઠ ઢોસામાંથી ૩૩ કિલો તથા આસ્થા એન્ટરપ્રાઇઝમાંથી ૨૮ કિલો અખાદ્ય ચીજ વસ્તુ ઝડપાયઃ મોરબી રોડ હોકર્સ ઝોનમાં તપાસ

રાજકોટ, તા.૦૨: શહેરીજનોના જનઆરોગ્યહિતાર્થે ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ખાણી પીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અંતર્ગત મવડી વિસ્તારના ૮૦ ફુટ રોડ પરના નીલકંઠ ઢોસા અને સાધુવાસવાણી રોડ પર આસ્થા એન્ટરપ્રાઇઝ માની વાસીપનીર, મંચુરિયન, સંલાટ સહિત કુલ ૬૧ કિલો અખાદ્યચીજોનો નાશ કરવામાં આવ્યો હતો. મોરબી રોડ પર ના ૧૯ ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથધરી ૧ને લાઇસન્સની નોટીસ પાઠવવામાં આવી છે.
૬૧ કિલો અખાદ્ય ચીજોનો નાશ
રાજકોટ મહાનગરપાલિકાના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જાનકી એવન્યુ, શિવ દ્રષ્ટિ પાર્ક, મવડી ૮૦ ફૂટ રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘નીલકંઠ ઢોસા'' પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી સંભાર તથા મંચુરિયન નો કુલ મળી અંદાજીત ૩૩ કિ.ગ્રા. અખાદ્ય જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ન્યુ અંબિકા પાર્ક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ મુકામે આવેલ ‘‘આસ્થા એન્ટરપ્રાઇઝ'' પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી પનીર મળી આવતા અંદાજીત ૨૮ કિ.ગ્રા. અખાદ્ય પનીરનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઈજીનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.
૧૯ ધંધાર્થીઓને
ત્યાં ચેકીંગ
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના મોરબી રોડ હોકર્સ ઝોનમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. (૦૧)યશ ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(2:55 PM IST)










