તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
એઈમ્સ-રાજકોટ ખાતે સ્વચ્છતા સંકલ્પની શરૂઆત

રાજકોટઃ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત એઇમ્સ રાજકોટ માં સ્વચ્છતા પખવાડા ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડા કાર્યક્રમ ની શરૂઆત એઇમ્સ હોસ્પિટલના એક્ઝીકયુટીવ ડાયરેકટર ડો.જી.ડી. પુરીના માર્ગદર્શન અને પ્રેરણાદાયી સંબોધન સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા એડમીન વિભાગ ના ડેપ્યુટી ડાયરેક્ટર, એકેડેમિકસ વિભાગ ના ડીન તેમજ તમામ ફેકલ્ટી મેમ્બર અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. એઇમ્સ એક્ઝિકયુટિવ ડાયરેક્ટર તેમજ ડીન અને વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસમાં વળક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને કેમ્પસ અને કેમ્પસ આસપાસ વિસ્તાર માં શ્રમદાન અભિયાન સાથે સ્વચ્છતા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો
(3:00 PM IST)










