<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

વિદેશથી અભ્‍યાસ કરી ડોકટરની ડીગ્રી લઇને આવેલા મેડીકલના છાત્રોની હાલત કફોડીઃ સ્‍ટાઇપેન્‍ડ અપાતું નથી

અન્‍ય રાજયોમાં છાત્રોને સ્‍ટાઇપેન્‍ડ અપાય છે તો ગુજરાતમાં કેમ નથી અપાતું? રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને સ્‍ટાઇપેન્‍ડ ચાલુ કરવા માંગણી, ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલનની ચિમકી

રાજકોટઃ વિદેશ ભણીને પરત આવતા ગુજરાત મેડીકલ લાઇનના વિદ્યાર્થીઓને આજીવિકાનું સાધન એવું સ્‍ટાઇપેન્‍ડ ગુજરાત મેડીકલ કાઉન્‍સીલ દ્વારા મનમાની કરી સુપ્રિમકોર્ટના ઓર્ડરનું ઉલ્લંધન કરી અપાતું ન હોય, ડોકટરની ડીગ્રી લઇને આવેલ મેડીકલના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. આવા મેડીકલના વિદ્યાર્થીઓનું ખાનગી હોસ્‍પિટલો ભરપુર શોષણ કરે છે જયારે સરકારી હોસ્‍પિટલોમાં ઇન્‍ટરનશીપ દરમ્‍યાન સ્‍ટાઇપેન્‍ડ ન મળવાને કારણે વિદ્યાર્થીઓએ લીધેલ શૈક્ષણિક લોનના હપ્‍તા અને રહેવા, જમવાનો ખર્ચ ઉપાડવો મુશ્‍કેલ બને છે. દેશના બીજા ઘણા બધા રાજયોમાં ફોરેન મેડીકલ ગ્રેજયુએટ સ્‍ટુડન્‍ટને સ્‍ટાઇપેન્‍ડ અપાય છે જયારે ગુજરાતમાં ઇન્‍ટર્નશીપ દરમ્‍યાન સ્‍ટાઇપેન્‍ડ અપાતું ના હોવાને કારણે ફોરનથી ભણીને આવેલા વિદ્યાર્થીઓની હાલત મજુરથી પણ બદતર બની જાય છે. જયારે આવા ઇનટર્ન ડોકટરોને સળંગ ૪૮ કલાકની ડયુટી આપી શોષણ કરવામાં આવે છે. તેમ ઓલ ઇન્‍ડિયા પેરેન્‍ટસ એસોસીએશન બેલારૂસ મેડીકલ સ્‍ટુડન્‍ટસ દ્વારા જણાવાયું છે. 

ગુજરાત સરકાર દ્વારા સ્‍ટુડન્‍ટને વહેલી તકે રૂ.૫૦ હજાર જેટલું સ્‍ટાઇપેન્‍ડ ચાલુ કરવા તુરંત નવું નોટીફીકેશન બહાર પાડવા સ્‍ટુડન્‍ટના પેરેન્‍ટસ એસોસીએશન દ્વારા માંગણી કરી છે. જો આ પ્રશ્‍નનું ટુક સમયમાં સોલ્‍યુશન નહી આવે તો ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલન કરવાની ઓલ ઇન્‍ડિયા પેરેન્‍ટસ એસોશીએશન બેલારૂસ મેડીકલ સ્‍ટુન્‍ડટસને ફરજ પડશે. 

દેશનાં ઘણાં રાજયોમાં સ્‍ટુડન્‍ટને સ્‍ટાઇપેન્‍ડ ચુકવાય છે. અને સુપ્રિમ કોર્ટનું પણ જજમેન્‍ટ છે છતાં તેનું  ઉલ્લંઘન કરી વિદ્યાર્થીઓ સાથે ઓરમાયુ અને ભેદભાવભર્યુ વર્તન કરવામાં આવતું હોય. રાજય સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્‍યની ચિંતા કરી તાત્‍કાલીક વિદ્યાર્થીઓને સ્‍ટાઇપેન્‍ડ ચુકવવા આદેશ કરે એવી પેરેન્‍ટસ એસોસીએશનની લાગણી અને માંગણી છે અને જરૂર પડીએ એસોસીએશન ગુજરાત હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવશે. 

ગુજરાતમાં વિદેશથી અભ્‍યાસ કરી આવેલા સ્‍ટુડન્‍ટને ન્‍યાય મળતો ન હોય વિવિધ ક્ષેત્રમાં નિષ્‍ણાંત ડોકટરો ગુજરાત છોડીને વિદેશમાં સ્‍થાયી થઇ જાય છે. એટલે ગુજરાતના લોકોને ઉચ્‍ચકક્ષાની મેડીકલ સારવાર મળતી નથી અને એ માટે બહાર જવું પડે છે. આ બાબતને ગંભીરતાપૂર્વક લઇ વહેલી તકે પગલા લઇ વિદ્યાર્થીઓને ન્‍યાય મળે એવી પરેશ વનર પ્રેસિડન્‍ટ ૯૮૭૯૦૦૯૨૩૬, વિનોદભાઇ ભાદુકિયા ૮૦૦૦૦ ૭૪૬૮૦,જયેશભાઇ વેકરીયા  ૯૮ર૪૯ ૫૦૨૩૪, મુકેશભાઇ પરમાર ૯૪૦૯૭ ૨૩૦૮૩ વાઇસ પ્રેસિડેન્‍ટ, સ્‍થાપક રાજેશભાઇ ખેતાણી-૯૮૯૮૦૦૦૨૪૦ દ્વારા માંગણી કરાઇ છે.  (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:06 PM IST)