<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રેસકોર્ષ મેદાનમાં ‘પ્‍લાસ્‍ટ શો-૨૦૨૫'નો પ્રારંભ

નામાંકિત કંપનીઓનો રાજકોટમાં મુકામ : પ્‍લાસ્‍ટિક પ્રોસેસ મશીનરી, રો મટીરીઅલ, પ્‍લાસ્‍ટિક ઉદ્યોગને લગતી વિવિધ માહિતી, પ્‍લાસ્‍ટિક ફીનીશ ગુડસ પ્રોડકટ તેમજ ૧૫૦ લાઇવ મશીનરી પ્રોડકટ પ્રદર્શિત : શનિવારે સમાપન

રાજકોટ તા. ૨ : રાજકોટ પ્‍લાસ્‍ટિક મેન્‍યુફેકચર એસોસીએશન અને સનલાઇન ઇન્‍ફોટેક ઇન્‍ડિયાના સંયુકત ઉપક્રમે તા. ૨ થી પ સુધી રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે ‘પ્‍લાસ્‍ટ શો ૨૦૨૫'નું આયોજન કરાયુ છે. જેનું આજથી દબદબાભેર ઉદ્દઘાટન કરાયુ હતુ.

આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે આ પ્રદર્શનીની મુખ્‍ય થીમ આત્‍મ નિર્ભર ભારત મેક ઇન ઇન્‍ડિયા અને લોકલ ફોર વોકલ પર આધારીત છે. એકઝીબીશનમાં ૧૫૦ સ્‍ટોલ અને ૨૦૦૦ સ્‍કવેર મીટરમાં દેશની નામાંકિત કંપનીઓએ ભાગ લીધો છે.

ખાસ કરીને ઘનશ્‍યામ એન્‍જીનીયરીંગ ઇન્‍ડસ્‍ટ્રીઝ મોલ્‍ડીંગ મશીનરી ક્ષેત્રે સારૂ નામ ધરાવે છે. તેનો પણ સ્‍ટોલ છે. આર્ટીફીશીયલ ફલાવર તેમજ ટોયઝ માટે સ્‍પેશ્‍યલ ટાઇપના મશીનો ડેવલપ કરે છે. આ એકઝીબીશનમાં ૫૦૦ ટનનું મુકાયેલ મશીન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યુ છે. આ કંપનીના ચેરમેન વિનુભાઇ વેકરીયા આ પ્‍લાસ્‍ટ શો ના ચેરમેન પણ છે.

ઉપરાંત વેસ્‍ટમાંૅથી બેસ્‍ટ બનાવવાની મશીનરીના મેન્‍યુફેકચરર ‘પ્રગતિ એકસટુશન પ્રા.લી.', ‘રાજ કુલીંગ સીસ્‍ટમ પ્રા.લી.ના કુલીંગ ટાવર તેમજ વિશેષ પ્રકારના પંખા અને કુલરો તેમજ રોબોટીક મશીનો, મોલ્‍ડ મશીન, બીટુબી માર્કેટીંગ, ઓનલાઇન સોફટવેર વગેરે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા છે. ૭૫ મશીનના લાઇવ ડેમો ગોઠવવામાં આવ્‍યા છે. પ્‍લાસ્‍ટીક ઉદ્યોગકારો અને નવા સ્‍ટાર્ટઅપ તેમજ ટેકનીકલ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે આ એકઝીબીશનનો હેતુ છે.

આ પ્રદર્શનીમાં નામાંકિત કંપનીઓ ભાગ લઇ રહી છે. પ્‍લાસ્‍ટિક પ્રોસેસ મશીનરી, રો મટીરીઅલ, પ્‍લાસ્‍ટિક ઉદ્યોગને લગતી વિવિધ માહિતી, પ્‍લાસ્‍ટિક ફીનીશ ગુડસ પ્રોડકટ તેમજ ૧૫૦ લાઇવ મશીનરી પ્રોડકટ, વિવિધ ૭ કેટેગરીના અલગ અલગ વિભાગો દ્વારા પ્રેઝન્‍ટેશન થશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્‍ટ્ર ખાતે આ છઠ્ઠી વખત આયોજન થયુ છે.

આજે યોજાયેલ ઓપનીંગ સેરેમનીમાં ચીફ ગેસ્‍ટ તરીકે ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, ઉદ્યોગ સેલ પ્રદેશ કન્‍વીનર જગદીશભાઇ કોટડીયા, એઆઇપીએમએના પ્રમુખ મનોજભાઇ શાહ, ચેરમેન અરવિંદભાઇ મહેતા, રાજુ એન્‍જીનીયરીંગના શ્રીમતી ખુશ્‍બૂબેન દોશી, લઘુ ઉદ્યોગ ભારતીના હંસરાજભાઇ ગજેરા, એસપીએમએના પ્રમુખ જે. કે. પટેલ, રાજકોટ કિચનવેર એસોસીએશનના પ્રમુખ એમ. પી. ટાપરીયા, ધોરાજી પ્‍લાસ્‍ટિક એસો.ના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા, ભાવનગર પ્‍લાસ્‍ટીક એસો.ના પ્રમુખ ભુપતભાઇ વ્‍યાસ, ઉપલેટા એસો.ના પ્રમુખ રવિભાઇ માકડીયા, શાપર વેરાવળ એસો.ના પ્રમુખ અમૃતભાઇ ગઢીયા, લોઠડા પીપલાણા પડવલા એસો.ના પ્રમુખ જયંતિભાઇ સરધારા, એસ.જી.પી.એમ.એ.ના પ્રમુખ કિશોરભાઇ વાઘાણી, ડીઆઇસી જનરલ મેનેજર એમ. કે. લાડાણી, ગ્રેટર ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ રાજુભાઇ દોશી તેમજ કારોબારી સભ્‍યો, સંસ્‍થાના સભ્‍યો અને મુલાકાતીઓ બહોળી સંખયામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ઓપનીંગ સેરેમનીનું સ્‍વાગત પ્રવચન આર.ડી.પી.એમ.એ.ના પ્રમુખ રમેશભાઇ ચાવડાએ કરેલ. અન્‍ય માહીતી પ્‍લાસ્‍ટ શોના ચેરમેન વિનુભાઇ વેકરીયાએ કરી હતી. આભાર દર્શન આર.પી.એમ.એ.ના સેક્રેટરી રમેશભાઇ ગજેરાએ કરેલ.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આર.પી.એમ.એ.ના ચેરમેન બાબુભાઇ ડાંગર, પ્રમુખ રમેશભાઇ ચાવડા, પ્‍લાસ્‍ટ શો ચેરમેન વિનુભાઇ વેકરીયા, વાઇસ પ્રેસિડેન્‍ટ ભરતભાઇ પરસાણા, સેક્રેટરી રમેશભાઇ ગજેરા, જોઇન્‍ટ સેક્રેટરી પરેશભાઇ સંઘવી, ટ્રેઝરર જયભાઇ પટેલ, જોઇન્‍ટ ટ્રેઝરર મધુભાઇ નરસૈયા, કારોબારી સભ્‍ય કલ્‍પેશભાઇ પટેલ (રાજ ફાઇબર), મનસુખભાઇ પટેલ, જતીનભાઇ વઘાસીયા, રમેશભાઇ કૈલા, રવિભાઇ ચોવટીયા, જયનીશભાઇ મુંગપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં પ્‍લાસ્‍ટ શો ૨૦૨૫ના ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્‍થિત મહેમાનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:07 PM IST)