<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

આંતરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને સનાતન હિન્‍દુ સંગઠન દ્વારા રામ જન્‍મોત્‍સવ યાત્રા

નગરી હો અયોધ્‍યા સી, રઘુકુલ સા ધરાના હો, ચરન હો રાધવ કે, જહાં મેરા ઠિકાના હો... ગણેશનગરના રામજી મંદિરથી પ્રારંભઃ રણુજા મંદિરે યાત્રા વિરામઃ બપોરે ફરાળ પ્રસાદ

જય શ્રી રામઃ શ્રી સનાતન હિન્‍દુ સંગઠન, આંતરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને રાષ્‍ટ્રીય બજરંગદળના સંયુકત ઉપક્રમે નીકળનારી રામનવમીની રામ શોભાયાત્રા નિમિતે આયોજક અગ્રણીઓએ આજે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર.(તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ, તા. રઃ શ્રી સનાતન હિન્‍દુ સંગઠન, આંતરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને રાષ્‍ટ્રીય બજરંગદળના સંયુકત ઉપક્રમે સંસ્‍થાના વડા ડો. પ્રવિણભાઇ તોગડિયા પ્રેરિત શ્રી રામ જન્‍મોત્‍સવ શોભાયાત્રા તા. ૬ એપ્રિલ રવિવારે કોઠારીયા રોડ વિસ્‍તારમાં નીળકનાર છે.

યાત્રા તા ૦૬ રવિવારે સવારે ૯ કલાકે શ્રી રામજી મંદિર,જૂના ગણેશનગર કોઠારીયા રોડ થી નીકળશે અને બપોરે ૧૨:૩૦ વાગ્‍યે રણુજા મંદિરે પહોંચશે,ત્‍યાં આરતી કરી ને ભક્‍તો ફરાળ કરશે,

નગર યાત્રા મા વિવિધ પ્રકારના ધર્મિક ફલોટસ જેવાકે ભગવાન રામ નો મુખ્‍ય રથ તથા રામ લક્ષ્મણ જાનકી તથા હનુમાનજી નો ફલોટસ તથા અન્‍ય ફોવ્‍હીલ્‍સ તથા ડીજે ના સંગાથે બહેનોનિ તથા ભવિકોનિ ધુન મંડળ રાસ ગરબા રમતા રમતા આ યાત્રા નીકળશે.

આ યાત્રા ને સફળ બનાવવા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના સૌરાષ્‍ટ્ર પ્રાંત મંત્રી જેન્‍તીભાઇ પટેલ, રાષ્‍ટ્રીય બજરંગ દળના દિલિપ સોલંકી, સનાતન હિન્‍દુ સંગઠન ના દાનાભાઇ આહીર, જયવિરસિંહ જાડેજા, પ્રભાતભાઈ જળુ, કિસન ફાગલિયા, ધવલ કિહોર, લાલાભાઈ ડાંગર, રમેશભાઈ બાંભવા, રાજાભાઈ ગોહેલ, જિગ્નેશ આહીર, યુવરાજ ડાંગર, મેહુલ કુવાડિયા, અશ્વિનભાઈ આહીર, દિલાભાઈ સગર વગેરે મહેનત કરી રહ્યા છે, શ્રી રામજન્‍મોત્‍સવની આ નગર યાત્રામાં વધુમાં વધુ નગરજનો જોડાય તે માટે બધાને નિમંત્રણ પાઠવાયુ છે.

શોભાયાત્રાનો રૂટ

સવારે ૯-૦૦ કલાકે રામજી મંદિર, જુના ગણેશ નગર થી

સવારે ૯-૧૫ કલાકે શિવજી ચોક, જલારામ ચોક, નવદુર્ગા ચોક,

                     થઇને શ્રી રામ ચોક સ્‍વાગત

સવારે ૯-૩૦ કલાકે માટેલ ચોક થઇ સર્વિસ રોડ

સવારે ૧૦-૦૦ કલાકે       કોઠારીયા ચોકડી

સવારે ૧૦-૩૦ કલાકે       તિરૂપતિ પાણીનો ટાંકો સ્‍વાગત

સવારે ૧૦-૪૫ કલાકે       વિવેકાનંદ સ્‍કુલ સ્‍વાગત

સવારે ૧૧-૧૫ કલાકે  ગોકુલ પાર્ક

બપોરે ૧૨-૩૦ કલાકે  રણુજા મંદિર, કોઠારીયા રોડ

(3:11 PM IST)