તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 2nd April 2025
મા-બાપની સેવા અને તેમના આશીર્વાદ સિવાય આ દુનિયામાં કોઇ બીજુ મોટુ સુખ નથીઃ પૂ.જીગ્નેશદાદા
પૂ.જીગ્નેશદાદાના આશીર્વાદ લેતા પીઠડીયા પરિવાર

રાજકોટઃ હાલમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે, વકતા શ્રી જીગ્નેશદાદા દ્વારા થઇ રહેલ શ્રીમદ ભાવગત કથાનો લ્હાવો અત્યારે તમામ રાજકોટવાસીઓ લઇ રહયા છે ત્યારે બેસ્ટ ટેઇલર્સવાળા જીતુભાઇ પીઠડીયા (મો. ૯૮૯૮૨ ૧૪૬૬૬) એ જણાવ્યું હતું કે હું પણ આ કથાનો લ્હાવો લઇ રહયો છું. કથા દરમ્યિાન જીગ્નેશદાદા દ્વારા કહેવામાં આવેલ એક એવી વાત કે જે અત્યારના જુવાનીયાઓ માટે સાંભળવા જેવી છે, કે અત્યારના અમુક જુવાનીયાઓ તેમના મા-બાપને મંદિર જેવા ઘરમાં રાખવાને બદલે તેમને વૃધ્ધાશ્રમમાં મુકી આવે છે તેમજ આ એજ મા-બાપ છે કે જેમને જન્મ આપ્યો છે અને ઉછેર્યા છે અને તેમછતા અત્યારે એ જ મા બાપને જુવાનીયાઓ એમ બોલે છે કે ‘તમને ખબર ના પડે'.... જો આ મા-બાપ જ ન હોત તો આ દુનિયામાં તમારો જન્મ જ ના થયો હોત. આ પ્રસંગ દ્વારા દાદા કહેવા માંગે છે કે મા-બાપની સેવા તેમજ તેમના આશીર્વાદ સિવાય આ દુનિયામાં કોઇ બીજુ મોટું સુખ નથી
તસ્વીરમાં દર્શનનો લાભ લેતા જીગ્નેશદાદા બેસ્ટ ટેઇલર્સવાળા જીતુભાઇ પીઠડીયા, અશોકભાઇ પીઠડીયા, ચિરાગભાઇ પીઠડીયા, ધાર્મિક પીઠડીયા તેમજ પીઠડીયા પરિવારના સભ્યો નજરે પડે છે.
(3:43 PM IST)










