તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહ : પૂ. જીગ્નેશદાદાના સંગાથે ઇશ્વર ભકિતમાં લોકો તરબોળ
પૂણ્યનું ભાથું બાંધવા માનવ મહેરામણ ઉમટી પડયોઃ ‘રાધે રાધે' ના નારા સતત ગૂંજ્યા : : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજકોટના ધારાસભ્યો દર્શિતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનિષભાઇ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઇ પુજારા, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ શહેર ભાજપ ઉપપ્રમુખ ડો. ચેતનભાઇ લાલસેતા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટર હિરેનભાઇ ખીમાણીયા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, સરગમ કલબના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળા, પ્રજાપતિ સમાજના અગ્રણી મનસુખભાઇ ધંધુકીયા, ભાજપ અગ્રણી દિનેશભાઇ કારીયા, રાજકોટના વરિષ્ઠ ધારાશાષાીઓ, નામાંકીત ડોકટર્સ સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાગવત સપ્તાહનો લ્હાવો લીધો : ભાગવત કથામાં નૃસિંહ અવતાર અને યમુનાજીનું વર્ણન આવતા ૧૦૮ ચૂંદડી મનોરથની ઉમળકાભેર -ભાવપૂર્વક ઉજવણી થઇ : સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ મળી રહ્યા છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમખુ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ ટીમની ભારે જહેમત

રાજકોટ, તા. ર : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા નાના-મોટા સૌ માં અપાર લોકચાહના ધરાવનાર સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને તા. પ એપ્રિલ, ર૦રપ સુધી રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય-જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઇકાલે ત્રીજા દિવસે પુણ્યનું ભાથું બાંધવા માનવ મહેરામણ ઉમટી પડયો હતો. સર્વત્ર રાધે રાધેના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠયું હતું.
અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલ પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહમાં ગઇકાલે પૂ. જીગ્નેશદાદાના સંગાથે ઇશ્વરભકિતમાં લોકો રીતસર તરબોળ બની ગયા હતા. સર્વત્ર પવિત્રતાનો માહોલ છવાઇ ગયો હતો. કથામાં નૃસિંહ અવતાર અને યમુનાજીનું વર્ણન આવતા ૧૦૮ ચૂંદડી મનોરથની ઉમળકાભેર, ભાવપૂર્વક અલૌકિક ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વના લાખો લોકો ‘અકિલા ન્યુઝ ડોટ કોમ' તથા ‘રાધે રાધે' યુ-ટયુબ ચેનલ દ્વારા ઘર બેઠા પણ પવિત્ર ભાગવત કથાનો લાભ લઇ રહ્યા છે.
સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ સહકાર-હૂંફ મળી રહ્યા છે.
પવિત્ર ભાગવત સપ્તાહમાં ગઇકાલે ત્રીજા દિવસે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ-હરીયાણાના વર્તમાન ભાજપ સંગઠન પ્રભારી શ્રી વિજયભાઇ રૂપાણી, રાજકોટના ધારાસભ્યો શ્રીમતિ દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઇ ટીલાળા, રાજકોટ શહેર
ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, રાજકોટ મહાનરગપાલિકાના મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટન્ડીંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક શ્રી મનિષભાઇ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિક્રમભાઇ પૂજારા, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ ઉપપ્રમુખ ડો. ચેતનભાઇ લાલસેતા, શહેર ભાજપ ડોકટર સેલના પ્રમુખ ડો. પીયુષભાઇ ઉનડકટ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટરશ્રી હિરેનભાઇ ખીમાણીયા, અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને જામનગરના ધુરંધર રઘુવંશી અગ્રણીશ્રી જીતુભાઇ લાલ, સરગમ કલબના પ્રમુખશ્રી ગુણુભાઇ ડેલાવાળા, વાટલીયા પ્રજાપતિ સમાજના અગ્રણી શ્રી મનસુખભાઇ ધંધુકીયા, ભાજપ અને રઘુવંશી અગ્રણીશ્રી દિનેશભાઇ કારીયા, રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી શ્રી હરિશભાઇ રૂપારેલીયા, રાજકોટના નામાંકીત ડોકટર્સ-અગ્રણીઓ ડો. પ્રકાશભાઇ મોઢા, ડો. તેજસભાઇ મોતીવરસ, ડો. ત્રિશાંતભાઇ ચોટાઇ, ડો. દિગ્વીજયસિંહ જાડેજા, તેજસભાઇ કરમટા, ડો. કૌશિકભાઇ પટેલ, ડો. વિશાલભાઇ મોઢા, શ્રી વૈભવભાઇ દવે અને શ્રી વિમલભાઇ મોઢા, ડો. મયંકભાઇ ઠક્કર, ડો. રિધ્ધિશભાઇ તન્ના, શ્રી રમેશભાઇ ઠક્કર, શ્રી ગૌરાંગભાઇ ઠક્કર, રાજકોટના વરિષ્ઠ ધારાશાષાીઓ શ્રી ડી.જી. શાહ, શ્રી જી. કે. ભટ્ટ, જયદેવભાઇ શુકલ, પ્રવિણભાઇ કોટેચા, પિયુષભાઇ શાહ, કમલેશભાઇ શાહ, કેતનભાઇ શાહ, દિપકભાઇ અંતાણી, પ્રફુલભાઇ વસાણી, રઘુવંશી અગ્રણી શ્રી નિતિનભાઇ રાયચુરા, શ્રી મનનભાઇ લાલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી પવિત્ર ભાગવત સપ્તાહનું રસપાન કર્યુ હતું.
અકિલા પરિવારના શ્રીમતી કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ ધારાબેન નાગ્રેચા, શ્રીમતી સ્મિતાબેન રાયચુરા, શ્રીમતિ નીનાબેન ચગ, શ્રીમતિ હર્ષાબેન ચગ, પવિત્ર ભાગવત કથામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પૂણ્યનું ભાથું બાંધ્યું હતું.
‘દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રે....' ભજનની શરૂઆત થતા જ ઉપસ્થિત સૌ મહાનુભાવો ભાવપૂવૃક ગરબા રમ્યા હતા. કથા દિવસની શરૂઆતમાં ગોંડલ રામજી મંદિરના મહંત શ્રી જયરામદાસજી મહારાજ દ્વારા ભાગવત સપ્તાહના મહત્વની સાથે આશીર્વચન પાઠવાયા હતા. શ્રીમદ ભાગવત સપ્તાહમાં રોજેરોજ હજ્જારો ભાવિકો કથા વિરામ બાદ મહાપ્રસાદ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે.
શ્રીમદ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલૌકિક-આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારુ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓશ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામમલભાઇ સોનપાલ ડો. પરાગભાઇ દેવાણી હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બચ્છા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, લોહાણા મહાજન વાડી એડમિનિસ્ટ્રેટર શ્રી હિતેનભાઇ પારેખ-દક્ષિણી, ડો. ભાવનાબેન શીંગાળા, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચોહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કક્કડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા પિયુષભાઇ અભાણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
(4:11 PM IST)










