<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

ટ્રાફિક શાખાએ અઠવાડીયા સુધી ખાસ ડ્રાઇવ યોજીઃ નિયમ ભંગ, કાળી ફિલ્‍મના ૧૩૫૪ કેસ

ડીસીપી પૂજા યાદવ, એસીપી વી. જી. પટેલની રાહબરી હેઠળ ટીમોની કામગીરી

રાજકોટઃ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક અઠવાડીયા સુધી શહેરમાં કારમાં કાળી ફિલ્‍મો રાખનારા ચાલકો વિરૂધ્‍ધ ડ્રાઇવ યોજાઇ હતી. ૨૫ માર્ચથી પહેલી એપ્રિલ સુધી યોજાયેલી આ વિશેષ ડ્રાઇવમાં ટ્રાફિક શાખા દ્વારા શહેરભરમાં ટ્રાફિક નિયમન ભંગ કરતાં અને કાળી ફિલ્‍મ રાખીને નીકળનારા કારચાલકો મળી ૧૩૫૪ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસુલવામાં આવ્‍યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, એસીપી વી. જે. પટેલની સુચનાથી ટ્રાફિક શાખાના તમામ પીઆઇ અને તેમની ટીમો દ્વારા આ કામગીરી થઇ હતી.

(3:50 PM IST)