તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd April 2025
ગઢની રાંગ વારા મુંધવા પરિવાર દ્વારા ચોર્યાસી પંચની શ્રી મચ્છુ માતાજીનો નવચંડી મહાયજ્ઞઃ ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમ
સંતો મહંતોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ, ૧૦હજારથી વધુ ભાવિકો મહાપ્રસાદનો લાભ લેશે

રાજકોટઃ રાજકોટ ભરવાડ સમાજનું રખોપુ કરતી દિવાનપરા સ્થિત ચોરાસી પંચની આઇશ્રી મચ્છો માતાજીના સાંનિધ્યમાં રાજકોટ ગઢની રાંગ મુઘવા પરિવાર દ્વારા તા. ૪,પ અને ૬ એમ ત્રણ દિવસી નવચંડી મહાયજ્ઞ, આદ્યશકિત માતાજીનો હવન, ધ્વજારોહણ, છપ્પનભોગ, મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ધાર્મિક ઉત્સવમાં દર્શન અને પ્રસાદનો લાભ લેવા પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.
આઇશ્રી મચ્છો માતાજીના સાનિધ્યમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં શ્રી આદ્યશકિતના ભુવાશ્રી પપ્પુભાઇ ભુપતભાઇ મુંધવા અને આઇશ્રી મચ્છોમાના ભુવાશ્રી ભગાભાઇ સરસીયાની આગેવાનીમાં તા. ૪/૪/ર૦રપને શુક્રવારે સાંજે પઃ૩૦ કલાકે દેહશુધ્ધી કાર્યક્રમ સવારે ૮ વાગ્યે શ્રી રાણીમા રૂડીમા ઠાકર મંદિર, રામનાથ મહાદેવ, શ્રી હાથીધરાવાળા મેલડી મંદિર, સુરાપુરા મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે.
તા.પ/૪/ર૦રપ શનિવારે સવારે ૮ વાગ્યે આઇશ્રી મચ્છોમાતાજીના નવચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે ત્યારબાદ ધ્વજારોહણ કાર્યક્રમ તેમજ બપોરે ૧:૩૦ વાગ્યે બીડુ હોમાશે. શનિવારે સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે.
તા.૬ ને રવિવારે સવારે ૯ વાગ્યે શ્રી આદ્યશકિત માતાજીના હવનનો પ્રારંભ થશે નવચંડી યજ્ઞ અને હવનની ધાર્મિકવિધિ શાષાી શ્રી જયેશભાઇ વ્યાસના વ્યાસાસને યોજાશે.
આ ધાર્મિક ઉત્સવ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ મહામંડલેશ્વર પ.પૂ. ઘનશ્યામપુરી બાપુ ગુરૂ શિવપુરીબાપુ થરા તથા વિવિધ જગ્યાના મહંતો, સંતો, સમાજના શ્રેષ્ઠીઓ, રાજકીય, સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ ધાર્મિક પ્રસંગે પધારવા ગઢનીરાંગ મુઘવા પરિવાર તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે.
આયોજનને સફળ બનાવવા રાજુભાઇ જુંજા, ભીખાભાઇ પડસારીયા, રણજીત મુંધવા, પપ્પુભાઇ (ભુવાજી), રાણાભાઇ મુંધવા,સંજયભાઇ મુંધવા, નાગજીભાઇ વરૂ, વાઘજી બાંભવા, અજયભાઇ મુંધવા, ભરતભાઇ મકવાણા, અજયભાઇ બટુકભાઇ મુંધવા, નિલેષ મુંધવા વિ. જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:54 PM IST)










