તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 2nd April 2025
પોલીસ હેડક્વાર્ટરમાં શિવપરાના વિદ્યાર્થીને કારની ઠોકરે ઇજા
લાઇનબોય મિત્ર સાથે સાઇકલ ફેરવતો હતો ત્યારે બનાવઃ હાથમાં ઓપરેશન આવ્યું

રાજકોટ તા. ૨: શહેરના પોલીસ હેડક્વાર્ટરની અંદર વાહન અકસ્માતમાં એક છાત્રને ઇજા થઇ હતી. જાણવા મળ્યા મુજબ રૈયા રોડ પર હનુમાન મઢી પાસે શિવપરામાં રહેતો સ્મીત પંકજભાઇ પરમાર (ઉ.વ.૧૫) સાંજે છએક વાગ્યે સાઇકલ હંકારી પોલીસ હેડક્વાર્ટરમાં જતો હતો ત્યારે સફેદ રંગની કારની ઠોકરે આવી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરાઇ હતી.
સ્મીત ધોરણ-૮માં અભ્યાસ કરે છે અને તેના પિતાને રૈયા રોડ પર ખાખરાની દુકાન છે. તેની સાથે બે મિત્રો પણ હતાં જેમાં એક પોલીસ કર્મચારીનો પુત્ર હતો. એક હાથમાં ઇજા થતાં ઓપરેશન આવ્યું હતું. લાઇનબોય મિત્ર સાથે સ્મીત સાઇકલ ફેરવતો હતો ત્યારે બનાવ બન્યો હતો.
(3:59 PM IST)










