<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd April 2025

રાજકોટનાં તત્કાલીન આસી. ટાઉન પ્લાનર અજય વેગડ પાસે આવક કરતા 38.76% વધુ આવક : ACB દ્વારા ગુન્હો દાખલ

ACB વડા પિયુષ પટેલના માર્ગદર્શનમાં મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિહ ગોહિલ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટના તત્કાલીન આસી. ટાઉન પ્લાનર અજય વેગડ સામે અપ્રમાણસર મિલ્કત અંગે રાજકોટ ACB દ્વારા ગુન્હો દાખલ. આવક કરતાં 38.76% વધુ મિલકત પ્રાથમિક તપાસમાં મળી છે. આરોપી દ્વારા પોતાના પરિવારનાં ખાતામાં પણ 65 લાખ 97 હજાર જમાં કરાવ્યાનું ACB તપાસમાં ખૂલ્યું છે.  રાજયના ACB વડા પિયુષ પટેલનાં માર્ગદર્શન તથા મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિહ ગોહિલના નેતૃત્વમાં આ ગુન્હાના કામે PI દેકાવાડીયા, સરકાર તરફ ફરિયાદી બન્યા છે. વિશેષ તપાસ રાજકોટ ગ્રામ્યના ACB PI જે.એમ. આલને સુપ્રત થયેલ છે.


 

(9:31 PM IST)