News of Friday, 4th April 2025
પાણીનો જગ પહોંચાડવામાં શું કામ વાર લાગી? કહી જગદીશ પર હુમલો
ખીરસરામાં કારખાનાવાળા વિજયએ ખુરશી વડે માર માર્યો

રાજકોટ તા. ૪: લોધીકાના ઇટાળા પાંભર ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં જગદીશ મહેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૦)ને ખીરસરા જીઆઇડીસીમાં કારખાનુ ધરાવતાં વિજય ભીમજીભાઇ સાગઠીયાએ ખુરશીથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી. જગદીશના કહેવા મુજબ મારો ભાઇ મીનરલ વોટરના જગ પહોંચાડવાનું કામ કરે છે. તે કામમાં હોઇ તેની જગ્યાએ હું જગ વીતરણ કરવા નીકળ્યો હતો. વિજયના કારખાને પહોંચતા પહોંચતા મોડુ થઇ ગયું હોઇ આ બાબતે તેણે ઝડઘો કરી શું કામ આટલી વાર લાગી? કહી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં ખુરશીથી હુમલો કર્યો હતો.
(12:09 PM IST)










