તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th April 2025
રાજકોટના કારખાનેદાર સહિત બેને એમઓયુ કરવાના બહાને પટના બોલાવી અપહરણ કરી કરોડો રૂપિયાની ખંડણી મંગાઇ
શિવરાજ સગી અને તેની ટોળકીએ કારખાનેદારના પિતા પાસેથી ર.પ૦ લાખ, અપહૃત કારખાનેદાર તથા કૌટુંબીક કાકાના બેંક એકાઉન્ટ તથા ક્રેડીટ કાર્ડમાંથી રૂપિયા તથા મોબાઇલ લુંટી લઇ બંન્નેને મુકત કરી દીધાઃ શાપર-વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૪: રાજકોટના કારખાનેદાર અને તેના કૌટુંબીક કાકાને એમ.ઓ.યુ. કરવાના બહાને પટના બોલાવી કારમાં અપહરણ કરી કરોડો રૂપિયાની ખંડણી માંગ્યા બાદ બિહારની ટોળકીએ અપર્હૃત કારખાનેદારના પિતા પાસેથી ર.પ૦ લાખ રૂપિયા પડાવી લઇ તેમજ અપર્હૃત કાકા-ભત્રીજાના બેંક એકાઉન્ટ, ક્રેડીટ કાર્ડમાંથી રૂપિયા ઉપાડી તથા મોબાઇલ લુંટી લઇ બંન્નેને મુકત કરી દીધા હતા.
મળતી વિગતો મુજબ કોટડા સાંગાણીના પડવલા મહાદેવ ઇન્ડ. એરીયામાં શિવાય એન્ટરપ્રાઇઝ નામે એલ્યુમીનીયમ ઇગોટ બનાવવાનું કારખાનું ધરાવતા અને રાજકોટમાં નાના મૌવા રોડ વ્રજ કોમ્પલેક્ષ ફલેટ નં. ૪૦ર માં રહેતા મહેકભાઇ અરજણભાઇ ચોવટીયાએ આરોપી શિવરાજ સગી એજીએમ સેન્ટ્રલ કોર્લફિલ્ડ લી. (સી.સી.એલ) કંપની હજારી બાગ ચરહી ઝારખંડ નામ ધારણ કરનાર શખ્સ રાહુલ નામનો શખ્સ તથા તેની સાથેના અજાણ્યા શખ્સો અને તપાસમાં ખુલે તે શખ્સો સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇ તા. રપ/૦૩/ર૦રપના હું તથા મારા પપ્પા અમારા કારખાને હતા ત્યારે મારા પપ્પાના મો.નં. ૮૩૨૦૧ ૧૪૪૭૦ ઉપર મો. નં. ૮૪૩૬૫ ૮૯૧૦૩ ઉપરથી ફોન આવેલ અને કહેલ કે હું સેન્ટ્રલ કોલફિલ્ડ લીમીટેડ (સી.સી.એલ.) કંપની હજારીબાગ, ચરહી, ઝારખંડમાંથી એ.જી.એમ. શીવરાજ સગી બોલુ છુ અને અમારે મહીને ૨૦૦ ટન એલ્યુમીનીયમ એસની જરૂરીયાત છે તમે આપી શકશો તેમ કહેતા મારા પપ્પાએ હા પાડતા તેણે કહેલ કે તમે અમારી કંપનીએ આવી એમ.ઓ.યુ. કરી જાવ તેમ કહેતા મારા પપ્પાએ મને તથા મારા કુટુંબી કાકા આર્શીષભાઇ ભંડેરીને એમ.ઓ.યુ. કરવા મોકલતા અમો બંન્ને તા.૨૭/૦૩/૨૦૨૫ ના રોજ અમદાવાદથી બાય ફ્લાઇટ પટના (બિહાર) ગયેલ અને પટના એરપોર્ટે ઉતરતા રાહુલ તથા તેની સાથે બીજો મા ણસ (ડ્રાઇવર) ઉભેલ હતો જેથી અમો તે ગાડીમાં બેસી ગયેલ બાદ પટના પヘીમ દરવાજાથી આશરે દોઢેક કીલોમીટર આગળ પહોચતા ત્યાં ડ્રાઇવરે એક રસ્તામાં જતીસ્ત્રી સાથે કાર ભટકાડતા તેસ્ત્રીને લાગી જતાસ્ત્રીને દવાખાને લઇ જ વા માટે રાહુલ ત્યાં ઉતરી ગયેલ અને ડ્રાઇવરઅમને આશરે ૭૦ થી ૮૦ કી.મી. દુર લઈ જઈ રસ્તામાં ગાડી ઉભી રાખતા ત્યાંથી એક માણસ અમારા ગાડીમાં બેસી ગયેલ અને તેણે અમને ગન બતાવી ડરાવેલ બાદ તે અમને બે ત્રણ કીલોમીટર આગળ લઈ ગયેલ ત્યાં બે મોટર સાયકલમાં ચાર માણસો આવેલ અને અમને કોઈ અવાવરૂ ખેતરમાં લઇ ગયેલ અને ત્યાં અમારા બંન્નેના મોબાઇલ ફોન (જેમાં મારો વીવો, વી-૨૧ મો.નં.૮૨૦૦૧ ૧૭૩૨૯ તથા આશીષનો આઈ-ફોન ૧૨ મી ની મો.નં.૯૧૦૬૯ ૯૯૮૭૯) તથા બંન્નેના પાકીટ તથા મારી પાસે રહેલ રોકડ રૂ.૧૨,૫૦૦/- તથા આશીષ પાસે રહેલ રોકડ રૂ.૩૫,૦૦૦/-તથા આશીષનુ એપલ મેકબુક લઈ લીધેલ અને અમારા બંન્નેના મોબાઇલ ફોનના પાસવર્ડ માંગી બંન્ને ફોન ફ્લાઇટ મોડમાં મુકી તેઓના વાઇફાઇથી અમારા બંન્નેના મોબાઇલ ફોનના વોટ્સઅપમાં મારા પપ્પાને શેર કરેલ લાઇવ લોકેશન ડિલીટ કરી નાખેલ.
ત્યારબાદ રાહુલ ત્યાં આવેલ અને અંધારૂ થઈ જતા રાહુલ તથા બીજા ત્રણ માણસો અમને ઉપરોક્ત કારમાં આશરે પાંચેક કીલોમીટર દુર ખેતરમાં લઇ ગયેલ અને ત્યાં અમારી સાથે બે માણસો ઉતરેલ અને ત્યાં બીજા બે માણસો હાજર હતા અને રાહુલ તથા તેની સાથેનો બીજો એક માણસ કાર લઇને ત્યાંથી જતા રહેલ બાદ ત્યાં હાજર ચારેય માણસો અમને આશરે દોઢ બે કીલોમીટર ચલાવી એક ખેતરની ઓરડીમાં લઈ ગયેલ અને ત્યાં બીજા પાંચ માણસો હાજર હતા જેમાંથી ચાર માણસો પાસે જોટાવાળી બંધુક હતીઅને ત્યાં ખેતરની ઓરડીમાંથી એક માણસ અમને ફોનમાં વાત કરાવતો હતો અને સામેનો માણસ અમારા બંન્નેના બેંક એકાઉન્ટની ડીટેઇલ માંગતો હતો બાદ મોડી રાત્રીના તેઓ અમને કહેતા હતા કે દોઢ કરોડ રૂપીયા આપો નહીતર મારી નાખશુ તેવી ધમકી આપતા હતા બાદ બીજા દિવસે એટલે તા.૨૮/૦૩/૨૦૨૫ના સવારના મારી પાસે મારા પપ્પાના મોબાઇલ નંબર ઉપરથી વોટ્સઅપ કોલમાં મારા પપ્પા સાથે વાત કરાવી કહેડાવેલ કે પચાસ લા ખ રૂપીયા આમને આપો નહીતર આ બધા અમને મારી નાખશે તેવી વાત કરાવેલ આમ તેઓ ઘણી વખત અમારી પાસે ફોન કરાવતા
આ વાત દરમ્યાન અમને ધોકા મારતા પણ હતા તેમજ અમારા નગ્ન વિડીયો પણ ઉતારતા હતા જેથી મારા પપ્પાઅ ેતેમને રૂ રૂપીયા આપવાની હા પાડતા તેઓએ મારા પપ્પાને બેંક એકાઉન્ટ આપતા મારા પપ્પાએ ઉપરોક્ત બંન્ને એકાઉન્ટમાં મળી કેશ રૂ.૨,૫૦,૦૦૦/- નાખેલ બાદ સાંજના આશ રે સાડા આઠ વાગ્યે બે જણા અમને તેમની ઉપરોક્ત આઈ. ૨૦ કારમાં બેસાડી બહારના ઈસ્લામાપુર ટાઉનથી આશરે એ કાદ કીલોમીટર દુર અમારાબંન્નેના પાકીટ તથા આશીષની મેકબુક આપી ઉતારી દિધેલ બાદ અમે બંન્ને ત્યાંથી ઇસ્લામાપુર પહોચી એક મોબાઇલ ફોનના દુકાનવાળાના ફોનથી મારા પપ્પાને ફોન કરી ગુગલ પે દ્વારા રૂપીયા મંગાવી તે દુકાનેથી ન વો મોબાઇલ ફોન તથા સીમ લઇ ત્યાંથી બસમાં બેસી રાંચી તા.૨૯/૦૩/૨૦૨૫ ના વહેલી સવારના પહોચેલ તે દરમ્યા ન મારા પપ્પા પણ અમને શોધતા શોધતા રાંચી પહોચી ગયેલ અને ત્યાંથીઅમે ત્રણેય જણા ફ્લાઈટમાં અમદાવાદ આવી ગયેલ બાદ અમો બંન્ને જણાએ અમારા બેંક એકાઉન્ટ તપાસતા મારા એસ.બી.આઈ. બેંક માંથી રૂ.૫,૫૦૦ તથા બી.ઓ.બી. બેંક રૂા. ૨૮,૫૦૦/- તેમજ આશીષના આઈ.સી.આઈ.સી.આઈ. બેંક એકાઉન્ટ રૂ. ૧,૯૦૦ તેમજ તેના આઇ.સી.આઇ.સી.આઈ. બેંકના ક્રેડીટ કાર્ડ થી તેનાએ મેઝોન એકાઉન્ટમાંથી રૂ.૮,૦૦૦/- નુ ગીફ્ટ કાર્ડ લઈ ઇ-મેઈલ એડ્રેસ ઉપર ટ્રાન્સફર કરી લીધેલ હતુ. તેમજ મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી લીધેલ હતુ.
આ ફરીયાદ અન્વયે શાપર-વેરાવળ પોલીસે બિહાર (પટના)ના ઉકત ટોળકી સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(1:41 PM IST)










