<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

આધાર કેન્‍દ્રમાં તાળાઃ સમય પાલન -કર્મચારીની હાજરી સહિતનું અનિયમિત

રાજકોટઃ શહેરમાં મનપા દ્વારા ત્રણેય ઝોનની વોર્ડ ઓફિસ ઉપરાંત તમામ ૧૮ વોર્ડમાં આધાર કેન્‍દ્રો લોકોની સુવિધા  વધારવા ખોલ્‍યા છે ત્‍યારે કેન્‍દ્ર ખુલવાના સમયે તાળુ લટકતું જોવા મળ્‍યું હતું નાગરિકો દ્વારા વોર્ડ કેન્‍દ્રમાં કર્મચારી પણ અનિયમીત હોવાની રાવ ઉઠી છે. જયારે કેન્‍દ્ર બંધ કરવાનો સમય ૪ વાગ્‍યાનો હોવા છતાં ૩:૧પ થી ૩:૩૦ વચ્‍ચે સમેટી લેવામાં આવે છે. આ અંગે એક જાગૃત નાગરિકે વોર્ડના અધિકારીને જાણ કરતા ઉડાવ જવાબ આપી જવાબદારીથી હાથ ખંખેર્યા હતા. મનપા દ્વારા બે દિવસ અગાઉ મોટા ઉપાડે આધાર કેન્‍દ્રો શરૂ તો કરી નાખ્‍યા પણ પ્રથમ ગ્રાસે મક્ષીકાની જેમ ૪૮ કલાકમાં જ અવ્‍યવસ્‍થાની સ્‍થિતિ ઉભી થઇ ગઇ છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:39 PM IST)