<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

નવા કોર્ટ બિલ્‍ડીંગ જતા બીજા રોડમાં ડામર કરી આપોઃ એમએસીપી બાર એસો.ની રજુઆત

 

રાજકોટઃ જામનગર હાઇવે ખાતે હાલ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેસન્‍સકોર્ટ બીલ્‍ડીંગ બનવામા આવેલ છે તે કોર્ટમાં જવા આવવા માટે જામનગર હાઈવે રોડ ની કનેકટીવીટી છે. તે હાઈવે ઉપર હોય જેથી તે આપના તાબાના વિસ્‍તાર મા આવેલ જામનગર રાજકોટ હાઈવે રોડ જે રાજકોટ શહેરમાથી પસાર થતો હોય અને જે રાજકોટ શહેર ના વોર્ડ ન.૩ નો વિસ્‍તાર હોય જેથી રાજકોટ ડીસ્‍ટીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટ ની આ. ૫૦ જેટલી કોર્ટ આવેલી છે. અને તેનો સ્‍ટાફ તથા વકીલો અને નામદાર જજસાહેબોઅને અનેક પક્ષકારો અધીકારીઓ નુ રોજે રોજ આવતા તથા  જતા હોય છે. ઉપરાંત અહીં અનેક સોસાયટીઓ આવેલ હોય જેથી સલામતી રહે અને અકસ્‍માતો ન થાય માટે રાજકોટ ડીસ્‍ટ્રીકટ એન્‍ડ સેશન્‍સ કોર્ટ જવા આવવા બીજો અન્‍ય માર્ગ જે યોગરાજનગર રાધાપાર્ક મેઈન રોડ થઈ ૧૫૦ ફુટ રીંગ રોડ શીતલપાર્ક ચોક તથા અયોધ્‍યા ચોક તરફ ના રસ્‍તા જતો હોય અને તેમા હાલમા ભુર્ગભ ગટર ની પાઈપલાઈનનુ કામ પુર્ણ થઈ ગયેલ હોય જેથી ડામર રોડ બનાવવા થી ટ્રાફીકની સમસ્‍યા તથા જે નાગરીકો તથા કોર્ટમા આવતા જતા હોય તેની સલામત જઈ શકે અને જામનગર રોડ ઉપર માધાપર ચોકડી જે પુલ નીચે નો ટાફીક ઓછો થાય તેમ હોય જેથી તે ચોમાસા પહેલા ડામર રોડ બનાવી આપવા એમ.એ.સી.પી. બાર એસો. દ્વારા મ્‍યુ. કમિશનરને પત્ર લખી રજુઆત કરાઇ.

(3:01 PM IST)