News of Friday, 4th April 2025
શહેરમાં રાત્રે વેપાર-ધંધા ચાલુ રાખવા અંગે સ્પષ્ટતા કરોઃ પ્રદેશ કોંગ્રેસની પોલીસ કમિશ્નરને રજુઆત
નાના માણસો ઘર પરિવારનું ગુજરાન કરી શકે તે માટે સરકાર દ્વારા ર૪ કલાક હોટેલ-રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટની જાહેરાતનું શું ? : પોલીસ દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટ માટે ‘એકને ગોળ બીજાને ખોળ' જેવી નીતી અખત્યાર કરા.તી હોવાથી રોષ

રાજકોટ, તા., ૪: ગુજરાતમાં વેપારીઓ રાત દિવસ મહેનત કરી ધંધા રોજગાર ચાલુ રાખી પોતાના ઘર પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૨૪ કલાક હોટલ રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ખુલ્લા રાખવા છૂટ આપવામાં આવી છે અને આ જ વાતને ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ પણ સ્પષ્ટતા પૂર્વક કહ્યું હતું કે રાત્રીના સમયે ગુજરાતના નાગરિક હરી ફરી શકે, ધંધા રોજગાર સારી રીતે ચલાવી શકે તેની જવાબદારી મારી પોતાની છે. આવા સમયે હાલમાં છેલ્લા એકાદ સપ્તાહથી રાજકોટમાં રાત્રીના સમયે ૧૨ વાગ્યા પછી ધંધો નહિ કરી શકાય તેવી અફવાઓ ચાલી છે. જો કે આ બાબતે કોઈ સ્પષ્ટતા ન હોવાથી વેપારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે માટે આ બાબતે સ્પષ્ટતા કરો તેવી અમારી માંગણી છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના પ્રવકતા રોહીત રાજપુતે પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાને સંબોધી કરેલી લેખીત રજુઆતમાં જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેટલીક જગ્યાએ એવી ફરિયાદો મળી છે કે કેટલાક પોલીસ કર્મીઓ રક્ષક બનવા બદલે ભક્ષક બની દાદાગીરી પૂર્વક વેપારીઓને પરેશાન કરી જબરદસ્તી ધંધા રોજગાર બંધ કરાવી રહ્યા છે અને તેમની ચીજ વસ્તુઓને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે માટે કોઈ નિર્દોષ માણસ ખોટી રીતે ડેરાન પરેશાન ન થાય તે માટે ખાસ આપને ધ્યાન દોરવા માંગીએ છીએ.
આ રજુઆત કરતા ખાસ જણાવવાનું કે, ગુનેગારો સામે કડક પગલાં લેવા જ જોઈએ આ વાત સાથે સહમત છીએ પરંતુ નિર્દોષ લોકો સાથે અન્યાય ન થાય અને કાયદો વ્યવસ્થા સ્થિતિ સારી રીતે ચાલે તે જોવાની જવાબદારી પણ આપશ્રીની છે. કેટલીક જગ્યાએ પોલીસતંત્ર ગુનેગારોના ગેરપ્રવળત્તિના હાટડાઓ અટકાવવાના બદલે શહેરમાં ચા-પાણી, ખાણી-પીણીની હોટલો, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલ પર દાદાગીરીપૂર્વક તેમના ધંધાઓ પર તોડફોડ કરી, વાહનોમા હવા કાઢવી, ફિલ્મી સ્ટાઈલથી પોલીસ વાન ચલાવી અસામાજિક તત્વ જેવું કળત્ય કરવું અને ખોટી રીતે શાંતિથી ધંધો રોજગાર કરતા વેપારીઓને ત્રાસ આપી ધંધો રોજગાર બંધ કરાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
રાત્રિના સમયે જો ખાણી-પીણીની હોટલો અને ચા-પાનની દુકાનો બંધ કરાવાથી ગુનાખોરી થતી અટકતી હોય તો રાજકોટના વેપારીઓ નિયમનુ પાલન કરી પોલીસને સહયોગ આપશે પરંતુ શરત એ છે કે નિયમો સૌ માટે સરખા હોવા જોઈએ. તેમાં એકને ખોળ અને એકને ગોળ જેવી સ્થિતિ ન હોવી જોઈએ.
પોલીસ કમિશનરેટ વિસ્તારમાં રાત્રીના સમયે ધંધો રોજગાર ચાલુ ન રાખવા બાબતે કોઈ સ્પષ્ટતા સાથે જાહેરનામુ પ્રસિદ્ધ થયેલ નથી છતા અમુક પોલીસકર્મીઓ પોતાની મનસ્વીતા અપનાવી ચા નાસ્તાની લારીઓના વેપારીઓ પર રાગ દ્વેષ રાખી અમુક વિસ્તારના રોજગાર ધંધા બંધ કરાવે તો અમુક વિસ્તરના ચાલુ રખાવે છે. એટલું જ નહિ બાજુ બાજુમા આવેલી દુકાનોમા પણ ભેદભાવો કરવામા આવે છે આ તો કેવો નિયમ? જેનો સીધો મતલબ એ થાય કે રાતે અમુક ચાની હોટલો-રેસ્ટોરન્ટમાં તેઓની ભાગીદારી હોય જેથી તેઓને ફાયદો કરાવવા બીજાને બંધ કરાવવી અથવા તો વગ ધરાવતા વેપારીઓને ધંધામા ફાયદો કરાવવા માટે આવી ગોળ-ખોળની નીતિ અપનાવતા હોય તે શરમજનક છે. પોલીસની છબીને લાંછન લગાડે તેવા સામાન્ય લોકો પર ખોટી દબંગાઈ કરતા પોલીસ કર્મીઓના લીધે શહેરમા વેપારીઓ અને રોજગાર સાથે સંકળાયેલા નાગરિકોની આર્થિક સ્થિતિ અને રોજગાર પર સીધી અસર કરે છે અને સાથે સાથે પોલીસ તંત્ર પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ ડગી રહયો છે જે ટકાવી રાખવો જરૂરી છે. વિવિધ ૭ મુદાઓ સાથેની આ રજુઆત સંદર્ભે યોગ્ય ન્યાયીક કાર્યવાહી કરવા પ્રદેશ કોંગ્રેસ સમીતીના રોહીત રાજપુત સહીતના કાર્યકરોએ માંગણી કરી છે.
ચોક્કસ પોલીસ કર્મચારીના વાણી-વર્તન
અને વેપારીઓ-ગ્રાહકોને પહોંચાડાતા નુકશાનનો ચિતાર રજુ કર્યો
યુનિવર્સિટીના પોલીસના પીસીઆર વાનના ચોક્કસ નામધારી પોલીસ કર્મી દરરોજ દારૂના નશાની હાલતમાં નાના વેપારીઓને જબરદસ્તીથી ધંધા રોજગાર બંધ કરાવે છે, લોકોના વાહનોમાંથી હવા કાઢી નાખે, વેપારીઓની ધંધાની ચીજ વસ્તુઓમા નુકશાન કરે છે. રાગદ્વેષ રાખી નાના વેપારીઓ સાથે ભેદભાવભરી નીતિ અપનાવીને ચોક્કસ હોટલો-રેસ્ટોરન્ટો બંધ કરવાની વેપારીઓની ફરિયાદો કોંગ્રેસને મળી છે. જે અંગે પોલીસ કમિશ્નરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
(3:04 PM IST)










