News of Friday, 4th April 2025
મેડીકલ સાયન્સમાં અજાયબી ગણી શકાય તેવો ગજબનાક કિસ્સો
મણકાના કેન્સરના બે વાર ઓપરેશન પછી મણકાની જગ્યાએ આંતરડા ખસી જવાથી બે વર્ષથી પથારીવશ અવસ્થામાંથી વિજયને ચાલતો કરતા શિવ હોસ્પિટલના સિનિયર સ્પાઇન સર્જન ડો.અમિષ સંઘવીઃ ગુજરાતમાં કયાંય પણ કોઇ ડોકટરે ઓપરેશન કરવાની તૈયારી ન બતાવતા દર્દી હતાશ થઇ ગયેલઃ ઓપરેશનના બે મહિના બાદ દર્દીને ચાલતો જોઇ સ્વજનોના આનંદનો પાર ન રહ્યો

રાજકોટ તા.૪: વર્તમાન સમયમાં મેડીકલ સાયન્સની પ્રગતિથી ગંભીર રોગો અને શારીરીક સમસ્યાઓનું નિરાકરણ દર્દીઓને મળતું થયું છે. પરંતુ કેટલાક કિસ્સાઓ એવા હોય છે જેમાં જગ્યાએ- જગ્યાએ જુદા-જુદા તબીબો પાસે બિમારીના ઇલાજની આશાએ જતા દર્દીઓને હતાશા મળતી હોય છે. આવા જ એક ગજબનાક કિસ્સામાં મણકાના ઓપરેશન પછી આંતરડા ખસી જવાના કારણે પથારીવશ બનેલા દર્દી માટે ચમત્કારરૂપ ગણી શકાય તેવી તબીબી પ્રોસીઝર(ઓપરેશન) ડો.અમિષ સંઘવીએ હાથધરી દર્દીને ચાલતો કરી જીવનમાં ઉજાસ લાવી દીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દર્દી વિજયભાઈ મકવાણા (ઉ.વ. ૨૨) બે વર્ષ પહેલા કમરના છેલ્લા મણકામાં કેન્સર હોવાથી રાજકોટની ખ્યાતનામ કોર્પોરેટ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદની કેન્સર હોસ્પિટલ ખાતે ઓપરેશન કરાવેલ હતું. જેમાં કેન્સર કાઢી નાખ્યા બાદ ત્યાં મોટો ગેપ સર્જાય ગયેલ હતો અને મણકા કાઢી નાખવાના કારણે મણકાની કરોડરજ્જુ અને બંને થાપા વચ્ચેનું હાડકું કાઢી નાખેલ હોવાથી તે બેસી કે ચાલી શકતો ન હતો અને પગમાં પેરાલીસીસ પણ થઇ ગયેલ હતું. તેમજ આ ગેપ ૧૦×૧૦ સેન્ટીમીટરથી પણ મોટો હોવાથી તેમાંથી આંતરડા ખસીને પીઠમાં ચડી ગયેલ હતા. જયારે આ દર્દીએ માત્ર સૌરાષ્ટ્ર જ નહિ પણ ગુજરાતભરનાં અનેક ડોક્ટરોને બતાવ્યું છતાં તેનું ઓપરેશન શકય નથી તેવો જવાબ મળતા દર્દી હતાશ થઇ ગયેલ હતું. પરંતુ તેમને શિવ હોસ્પિટલના સિનિયર ખ્યાતનામ સ્પાઇન સર્જન ડો. અમિષ સંઘવીનો જયારે સંપર્ક થયો ત્યારે ડો. અમિષ સંઘવી સાહેબે તેમને હિંમત આપી કે ઓપરેશન શકય છે. પરંતુ ખુબ જોખમી હોવાનું જણાવેલ હતું. ઓપરેશનમાં મણકાના ગેપમાં ખસી ગયેલ આંતરડાને ખસેડી પાછા પેટમાં મુકવાની જરૂર હતી અને ત્યારબાદ કમરના મણકા અને બંને થાપાના નિતંબના હાડકાને સ્ક્રુ-પ્લેટ વડે ફિટ કરવાથી દર્દી ચાલતો થઇ શકશે તેવું સમજાવ્યું હતું. મેજર ઓપરેશનમાં રહેલા તમામ જોખમો વિષે સમજાવ્યા બાદ કુટુંબીજનોએ ડો. અમિષ સંઘવી સાહેબમાં વિશ્વાસ મૂકી ઓપરેશનની સહમતી આપી હતી. ઓપરેશન ૧૨ કલાક સુધી ચાલ્યું હતું. જ્યાં ડો. અમિષ સંઘવી ઉપરાંત આંતરડાના ડો. કાર્તિક સુતરીયાએ પણ હાજરી આપી આંતરડા ખસેડી તેમાં ગેપ બંધ કરવા જાળી મુકેલ હતી અને ડો. અમિષ સંઘવી દ્વારા મણકા અને થાપાને સ્ક્રુ-પ્લેટ વડે ફિટ કરવામાં આવ્યા હતા.
ઓપરેશન પછી ૨-૩ મહિનાની ફિઝીયોથેરાપી બાદ દર્દીને ચાલતો કરવામાં આવ્યો હતો અને હાલ દર્દી સ્વતંત્ર ચાલી શકે છે અને પોતાનું બધું જ કામ જાતે કરી શકે છે. આ પ્રકારના ઓપરેશનની નોંધ ગુજરાત લેવલે થયેલ સ્પાઇન કોન્ફરન્સમાં પણ લેવામાં આવેલ હતી અને ડો. અમિષ સંઘવીના કામને બિરદાવવામાં આવેલ હતું. સામાન્ય રીતે મણકા કે કરોડરજ્જુના ઓપરેશન જોખમી ગણાતા હોય છે અને સમાજમાં લોકોને તેનો ભય હોય છે. તો આવા ઓપરેશનો હવે અદ્યતન ટેક્રોલોજી અને ડો. અમિષ સંઘવી જેવા સિનિયર ડોક્ટરોના અનુભવથી શકય બન્યા છે અને જોખમોનું પ્રમાણ ખુબ ઓછું થયું છે. સમયસર નિદાન અને સારવાર વડે કમર કે કરોડરજ્જુની કોઈપણ બીમારીની સફળ સારવાર શકય છે.
ડો. અમિષ સંઘવી છેલ્લા ૨૦ વર્ષમાં મણકા અને કરોડરજ્જુના ૧૦૦૦૦ થી વધુ સફળ ઓપરેશનો કરી ચુકયા છે. તેઓ મણકાની અતિઆધુનિક માઈક્રો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીના ણેતા પણ છે અને ૫૦૦૦ થી વધુ માઈક્રો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરી ચુકયા છે. આ ઉપરાંત મણકાની બીજી અનેક બીમારીઓ જેમકે મણકાની ઈજાઓ, ફ્રેક્ચર અને પેરાલીસીસની અત્યાધુનિક સારવાર, કમર અને ડોકના દુખાવાનું નિદાન તથા સારવાર, ગાદી ખસી જવી, સાયટીકા અને હાથ-પગની નસના દુખાવા માટે અત્યાધુનિક દૂરબીન વડે થતી માઈક્રો એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી, મણકાની ગાંઠ/કેન્સર તથા મણકાના ટીબી માટેની રિકન્સ્ટ્રક્ટીવ સર્જરી, મણકા નબળા થવાથી થતા દુખાવા અને ફ્રેક્ચર માટે મણકામાં સિમેન્ટ ભરવાનું ઓપરેશન, બાળકોના ખુંધના ઓપરેશન તથા ઘસાયેલી ગાદી બદલાવવાની સર્જરી (ડિસ્ક રિપ્લેસમેન્ટ)ની સારવાર ડો. અમિષ સંઘવી દ્વારા શિવ હોસ્પિટલમાં કરવામાં આવે છે.
ડો.અમિષ સંઘવીની વિશિષ્ટતા
ડો.સંઘવી સમગ્ર ગુજરાત રાજયમાં ડીએનબી કવોલીફાઇડ સ્પાઇન સર્જરીની ડિગ્રી ધરાવતા સૌ પ્રથમ સ્પાઇન સર્જન છે. આ ઉપરાં તેઓએ દૂરબીન વડે થતી મીનીમલી ઇન્વેસીવ સ્પાઇન સર્જરી માટે જર્મની, સાઉથ કોરીયા અને ડોકના ઓપરેશન માટે જાપાનથી સ્પેશ્યલ ટ્રેનીંગ લીધેલ છે. તેઓએ ૧૦ વર્ષ રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં સેવા આપ્યા બાદ હાલમાં ૧૫૦ ફીટ રિંગ રોડ પર આવેલી શિવ હોસ્પિટલ ખાતે પોતાની સેવા આપે છે. સ્પાઇન સર્જરી ક્ષેત્રે જર્મની પ્રતિષ્ઠીત એવા આંતરરાષ્ટ્રીય પેટ્રીક કયુગર એવોર્ડ દ્વારા તેમને ૨૦૧૨ની ઇન્ટરનેશનલ સ્પાઇન એન્ડ સ્પાઇનલ ઇન્જરીઝ કોન્ફરન્સમાં સન્માનીત કરવામાં આવેલ છે.
શિવ હોસ્પિટલમાં મણકા અને કરોડરજ્જુ સર્જરી (સ્પાઇન સર્જરી) ઉપરાંત એક્સીડન્ટ અને ઇમરજન્સી અદ્યતન ટ્રોમા કેર યુનિટ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, આર્થ્રોસ્કોપી તથા સ્પોર્ટસ મેડીસીન, પીડીયાટ્રીક ઓર્થો. સર્જરી, ઓર્થોપેડીક ઓન્કોલોજી, પગના પંજા તથા ઘુંટીની સારવાર, ઔદ્યોગિક અકસ્માતોની સારવાર, હાથની ઇજાઓની સારવાર, પેલ્વીએસીટાબ્યુલર સર્જરી, વાસ્કયુલર સર્જરી, ફિઝીશ્યન અને ક્રિટીકલ કેર, ન્યુરો સર્જરી અને ન્યુરોલોજી, જનરલ સર્જરી, કસરત વિભાગ, ગેસ્ટ્રોઇન્ટેસ્ટીનલ સર્જરી, લેપ્રોસ્કોપીક સર્જરી, મેક્સિલોફેસિયલ સર્જરી, પ્લાસ્ટીક સર્જરી, સંધિવાનો વિભાગ અને ફેફસાનાં રોગોની સારવાર વિભાગ ઉપલબ્ધ છે.
દર્દીઓને ઉતમ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં અદ્યતન મશીનો, કલાસ ૧૦૦ ઓપરેશન થિયેટર, હોસ્પિટલનો કુશળ અનુભવી સ્ટાફ અને દરેક નાની કે મોટી ઉમરનાં દર્દીઓને ધ્યાનમાં રાખીને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ૨૪ કલાક ઇમરજન્સી વિભાગ, આઇ.સી.યુ. એમ્બયુલન્સની સુવિધા, સીટી સ્કેન અને લેબોરેટરી વગેરે ઉપલબ્ધ છે.
તદુપરાંત નાની તેમજ મોટી કોર્પોરેટ કંપની સાથે ટાઇઅપ કરી દરેક દર્દીઓ માટે કેશલેશ ફેસીલીટી ઉપલબ્ધ છે. તેમજ કોર્પોરેટ કંપનીઓ સાથે કર્મચારીઓને નજીવા કે ડિસ્કાઉન્ટ દરે સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. શિવ હોસ્પિટલે એક વર્ષથી ટુંકા ગાળાનાં સમયમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઝડપી NABH સર્ટીફીકેટ પ્રાપ્ત કરેલ છે.
કોઈપણ પ્રકારની મેડિકલ કે સર્જીકલ ઇમરજન્સી માટે ઇમરજન્સી નંબર ૯૫ ૧ ૯૫ ૨ ૯૫ ૯૫ ઉપર સંપર્ક કરી શકો છો અને શિવ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની અપોઈન્ટમેન્ટ ૯૬૩ ૮૯૦ ૧૦૦૦ / ૨૦૦૦ / ૩૦૦૦ પર લખાવી અને મુલાકાત લઇ યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો.
(3:06 PM IST)










