<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ધ વન વર્લ્‍ડ વાસીઓમાં મહાનગર પાલિકા સામે રોષ ફાટી નીકળ્‍યો

લોકોએ ફ્‌લેટ ખરીદ્યા તે પહેલાના વેરા બિલ ફટકાર્યા..અનેક ગણી આકારણી કરી :સંખ્‍યાબંધ રહેવાસીઓ દ્વારા આવેદન..પરિણામ ન મળ્‍યે કોર્પોરેટર, ધારાસભ્‍ય, મેયર અને કમિશનર સુધી રજૂઆત સહિત કાર્યવાહી કરવા સર્વાનુમતે નિર્ણય

રાજકોટ, તા.,૪ :  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫૦ ફીટ રીંગ રોડ પર આવેલ અને એક નાના ગામ જેટલી વસ્‍તી ધરાવતા વન વર્લ્‍ડમાં અચાનક લોકોને નિયમોની એસીતેસી કરી આસપાસના એપાર્ટમેન્‍ટથી ખૂબ મોટા બિલ મનસ્‍વી રીતે ફટકારી દેતા તમામ વિગનાં રહેવાસીઓમાં રોષ ફાટી નીકળ્‍યો હતો.મોટી સંખ્‍યામાં લોકોએ વોર્ડ ઓફિસ પર પોહચી સવાલોની ઝડી વરસાવી હતી.                

રહેવાસીઓ જે હજુ નવા રહેવા આવ્‍યા છે, તેમના નામ પર મહાનગરપાલિકાએ જૂના વર્ષોના બિલ કાઢયા છે .નિયમ મુજબ દસ્‍તાવેજ તારીખથી બિલ આપવા જોઇએ. બીજુ આસપાસના એપાર્ટમેન્‍ટ કરતા વન વર્લ્‍ડમાં આકારણી ખોટા બહાના બતાવી મોટી કરી છે.

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સહુ પ્રથમ ફ્‌લેટ જેટલો સમય બિલ્‍ડર હસ્‍તક હતા, તે સમય ગાળામાં બિલ તે રીતે બનવા જોઈએ, પણ જે સમય દરમિયાન લોકોએ ફ્‌લેટ પર ખરીદ્યા ન્‍હાતા તે સમયગાળામાં પણ બિલ ઘણા વર્ષ બાદ આવનારનાં નામે ફાટયા છે.       

બિલ બનાવતા અગાઉ BPMC એક્‍ટ મુજબ ખાસ નોટિસ આપવી જોઈએ, અને તે સાંભળવા માટે એપેલેટ ઓફિસર  ની નિમણુક કરવી તેવી કાયદાકીય જોગવાઈ હોવાનું ઘ વન વર્લ્‍ડ રેસી. ના રહેવાસીઓ દ્વારા ભારપૂર્વક લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે . આવેદનપત્ર પછી ઘ વન વર્લ્‍ડના તમામ વિંગોનાં રહેવાસીઓ દ્વારા યોજાયેલ બેઠકમાં આ વિસ્‍તારના કોર્પોરેટર, ધારાસભ્‍ય, મેયર, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમન અને મ્‍યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. જરૂર જણાયે ગાંધી ચિંધ્‍યા રાહે પગલાંઓ લેવા મક્કમ નિર્ધાર થયો છે. (૪.૨૨)

(3:07 PM IST)