News of Friday, 4th April 2025
રાજકોટ જિલ્લા સહકારી બેંકનો વણથંભ્યો વિકાસઃ ૨૬૯ કરોડ નફો, ૯૭૭૦ કરોડ થાપણો
વલ્લભભાઇ અને વિઠ્ઠલભાઇના માર્ગે જયેશ રાદડિયાની આગેકૂચ

રાજકોટ તા.૪: જિલ્લા સહકારી બેંકે ચેરમેન જયેશ રાદડિયા, ડિરેકટરો અને કર્મચારીઓની સુજબુઝના કારણે ે અને ચાલુ વર્ષે ડિસ્ટ્રિકટ બેંકે ૨૬૯ કરોડનો સીમાચીન્રૂપ ઐતિહાસિક નફો કરેલ છે. બેંકનો બીઝનેસ પણ વધીને રૂા. ૧૬૬૪૫ કરોડે પહોંચતા સહકારી ક્ષેત્રમાંથી રાજકોટ જિલ્લા બેંક ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
સ્વ. વલ્લભભાઈ પટેલે રાજકોટ જિલ્લા બેંકની સ્થાપના કરી ખેડુતોના હિત માટે વાવેલા છોડને સ્વ. વિઠલભાઈ રાદડિયાએ સિંચીને વળક્ષ બનાવ્યું હતું હવે જયેશભાઈ રાદડિયાએ આ સહકારી ખેડૂત સંસ્થાને અબજોમાં રમતી કરીને વટવળક્ષ બનાવી દેતા રાજયભરમાં બેંકની કામગીરીની નોંધ લેવાઈ રહી છે. આ બેંકનું સૌથી મહત્વનું જમાપાસુ એ રહયુ છે કે, છેલ્લા ૩૧ વર્ષથી ગુજરાતભરમાં વસુલાતક્ષેત્રે પ્રથમ સ્થાન જાળવી રાખેલ છે. ખેડુતોનો અડિખમ વિશ્વાસ રાજકોટ જિલ્લા બેંક ઉપર સતત વધી રહયો છે અને તેના કારણે બેંકનો વ્યવસાય પણ અવિરત વધી રહયો છે.
બેંકના ચેરમેન જયેશ રાદડિયા અને જનરલ મેનેજર વી.એમ. સખીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંકે પ્રગતિની હરણફાળ યથાવત રાખી છે. વિતેલા વર્ષ-૨૦૨૪-૨૫ માં બેંકની ડિપોઝીટ રૂા.૮૭૭ કરોડ વધીને રૂા.૯૭૭૦ કરોડે પહોંપી છે. જયારે બેંકની શેર મૂડી પણ ૧૬ કરોડ વધીને રૂા. ૧૫૪ કરોડ થઈ છે આ ઉપરાંત બેંકનું રીઝર્વ ફંડ રૂા. ૧૬૯ કરોડ વધીને રૂા.૧૦૪૭ કરોડ થયું છે. બેંકના ધિરાણમાં પણ રૂા.૭૭૬ કરોડનો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે અને ગત વર્ષે બેંકનું ધિરાણ રૂા.૬૦૯૯ કરોડથી વધીને રૂા.૬૮૭૫ કરોડે પહોંચી ગયું છે. જયારે બેંકના રોકાણોમાં પણ રૂ.૧૬૦ કરોડનો વધારો થયો છે. સરેરાશ રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકના બિઝનેશમાં ગત નાણાંકીય વર્ષમાં રૂા.૧૬૫૩ કરોડનો તોતીંગ વધારો થયો છે અને બેંકનો બિઝનેશ રૂા. ૧૬,૬૪૫ કરોડે પહોંચ્યો છે.
રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકની કુલ ૧૯૯ શાખાઓના બિઝનેશમાં દર વર્ષે સતત વધારો થઈ રહયો છે અને તેના કારણે બેંકે રૂા.૨૬૯ કરોડનો નફો કર્યો છે. જે ગત વર્ષ કરતા રૂા.૪૩ કરોડ વધ્યો છે. ગત વર્ષે બેંકનો ગ્રોસ નફો રૂા.૨૬૬ કરોડ રહયો હતો. આટલો વિશાળ વ્યવસાય છતાં બેંકનું એન.પી.એ. ૦ રહયું છે. અને બેંકની વસુલાત પણ ૯૯.૨૫% રહી છે. ખેડુતોના અડિખમ વિશ્વાસના કારણે બેંકના ધિરાણ સામે વસુલાત ગુજરાતભરમાં સતત ૩૧ વર્ષથી અવ્વલ દરજજાની રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક ટેકનોલોજી સાથે કદમ મીલાવીને હાઈટેક બની રહી છે. બેંકની ૧૯૯ શાખા ઉપરાંત હેડ ઓફીસને સી.બી.એસ. નેટવર્કથી જોડાયેલ છે. મુખ્ય કચેરીમાં બપોરે ૨-વાગ્યાથી રાત્રીના ૯-વાગ્યા સુધી દાગીના ધિરાણની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ એક માત્ર બેંક એવી છે કે, જેમાં ૩૬૫ દિવસના ૨૪ કલાક લોકર ઓપરેટીંગની સુવિધા ઉપલબ્ધ છે. અતિવળષ્ટિ કે દુષ્કાળના સમયમાં રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક કાયમી ધોરણે ખેડુતોની પડખે ઉભી રહી છે. ગત વર્ષે અતિવળષ્ટિગ્રસ્ત ખેડુતોને ૦% વ્યાજના દરે ૧૦૦૦ કરોડનું ધિરાણ આપ્યું હતું. આ સિવાય મંડળી સાથે જોડાયેલ ખેડુત સભ્યોને બેંક તરફથી રૂા. ૧૦ લાખનો વિમો આપવામાં આવે છે. સાથો સાથ ખેડુત સભાસદો માટે રૂા.૧૫૦૦૦ સુધીની વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના પણ ચાલી રહી છે. નાબાર્ડ દ્વારા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકને સમગ્ર દેશમાં સારા વહીવટ માટે પાયોનિયર બેંક તરીકે ડિકલેર કરવામાં આવેલ છે અને સમગ્ર દેશની સંસ્થાઓને રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકનું વહીવટી મોડલ અપનાવવા માટે અભ્યાસ માટે રાજકોટ મોકલવામાં આવે છે. આ બેંકને સર્વાગી શ્રેષ્ઠ કામગીરી માટે નાફસ્કોબ તરફથી ચાર વખત ભારતમાં પ્રથમ નંબરનો એવોર્ડ તથા ગળહ અને સહકારીકા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે દશાબ્દી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે
(3:34 PM IST)










