News of Friday, 4th April 2025
સ્કૂટી ચોરી નંબર પ્લેટ કાઢીને ફેરવતો રૈયાધારનો ભાવેશ પકડાયો
ગાંધીગ્રામ પોલીસની ટીમે શિતલપાર્ક પાસે પકડ્યો

રાજકોટ તા. ૪: ગાંધીગ્રામ પોલીસે વાહન ચોરીનો ભેદ ઉકેલી ભાવેશ ગુગાભાઇ વાઘેલા (ઉ.વ.૪૦-રૈયાધાર ખોડીયાર માતાજીનામ ંદિર પાસે, ચંદુભાઇના મકાનમાં ભાડેથી)ને નંબર વગરના ૩૦ હજારના સ્કૂટી પેપ સાથે પકડી લીધો છે. આ શખ્સે ગાંધીગ્રામ વ્સ્તિારમાંથી આ વાહનની ચોરી કરી હતી.
ડી. સ્ટાફના મશરીભાઇ ભેટારીયા, કોન્સ. પ્રદિપભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડે બાતમી પરથી નંબર વગરના સ્કૂટી સાથે ભાવેશને શીતલ પાર્ક સર્કલથી સંજયનગરના રસ્તેથી પકડી લીધો હતો. પોકેટ કોપ એપમાં સર્ચ કરતાંઆ વાહનના નંબર જીજે૦૨જેએચ-૭૧૭૭ અને માલિકનું નામ જુદુ નીકળતાં આકરી પુછતાછ થતાં તેણે વાહનચોરી કબુલી હતી. આ શખ્સ અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાયો હતો. પીઆઇ એસ. આર. મેઘાણી, પીએસઆઇ એસ. બી. જાડેજા, હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, સહદેવસિંહ જાડેજા, શબ્બીરભાઇ મલેક, રવિભાઇ ગઢવી, કોન્સ. અમીન ભલુર, મુકેશ સબાડ, પ્રદિપ ડાંગર, રોહિતદાન ગઢવી, રઘુવીરસિંહ જાડેજા, ભરત મકવાણા, પ્રશાંત ગજેરાએ આ કામગીરી કરી હતી.
(3:55 PM IST)










