News of Friday, 4th April 2025
મનપાના ૨૪ માંથી ૧૩ કોમ્યુનીટી હોલ ઉપલબ્ધઃ ૧૧નું મુર્હૂત કયારે?
ફાયર સીસ્ટમ ઇન્સ્ટોલની કામગીરી પૂર્ણ થતા બુકીંગ શરૃઃ લોકોને પ્રસંગોમાં ફાયદો થશે છેલ્લા ૮ થી ૧૦ મહિનાથી ફાયર એનઓસી ન હોવાથી હોલ બંધ હતા

રાજકોટ તા.૪: મહાનગરપાલિકા દ્વારા ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ થતાં, વધુ ૧૩ કોમ્યુનિટી હોલ શહેરીજનોમાં પ્રસંગો માટે બુકિંગ હેતુ ઉપલબ્ધ કરવામાં આવ્યા હોવાનું મહાનગરપાલિકાના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતી ચેરમેન મગનભાઇ સોરઠીયાએ જણાવેલ છે કે શહેરના મધ્યમ અને નાના પરિવારનાં લોકો પોતાનાં નાના-મોટા પ્રસંગોના આયોજન કરવા, સુવિધા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે.
નાગરિકોની સલામતિ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા થયેલ આદેશના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ કોમ્યુનીટી હોલ ખાતે તમામ સ્થળોએ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના કોમ્યુનિટી હોલનું મેનેજમેન્ટ રાજકોટ મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવે છે, શાખા દ્વારા રજુ થયેલ માહિતી મુજબ જુદા-જુદા વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલ પૈકી જેતે સ્થળે આ કામગીરી પૂર્ણ થતી જાય તે કોમ્યુનિટી હોલ નાગરિકોને બુકિંગ માટે તબક્કાવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.
આ અંગે શાખામાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના કોમ્યુનિટી હોલ માટેના ઓનલાઇન બુકિંગ માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે. કોમ્યુનિટી હોલના ઓનલાઇન બુકિંગ રાજકોટ મહાનગરપાલિકાના વેબ પોર્ટલ <www.rmc.gov.in> પર અથવા રાજકોટ મહાનગરપાલિકાની મોબાઇલ એપ્લીકેશન મારફત કરી શકાશે. જેમાં સૌપ્રથમ 'હોલ બુકિંગ' સીલેકટ કરવું. હોલ બુકિંગમાં જઇ અરજદારે તેની પ્રાથમિક વિગત જેવી કે નામ, સરનામુ, મોબાઇલ નંબર, આઇ.ડી. કાર્ડ નંબર જેવી વિગતો દાખલ કરવી. ઓનલાઇન બુકિંગ સમયે અરજદારે ડિપોઝીટ રીફંડ માટે પોતાના બેન્ક ખાતાની વિગતો ભરવાની રહેશે (બેંક પાસબુક અથવા ચેકબુક સાથે રાખવી). અરજદારે દર્શાવેલ જેતે બેન્ક ખાતામાં એક માસ બાદ પરત જમા થશે. રીફંડ માટે માટે અરજદારે અલગથી કોઇ અરજી કરવી પડશે નહીં. અરજદારે બુકિંગ કરાવવા માટેનો કોમ્યુનિટી હોલ/ઓડીટોરીયમ સીલેકટ કરવુ. આ કોમ્યુનિટી હોલ ખાતે લગ્નપ્રસંગ, સગાઇ/ધાર્મિક/ઉત્તર ક્રિયા/લૌકિક પ્રસંગ/જનોઇ/શ્રીમંત, બેસણું/ઉઠમણું, કોમર્શિયલ ફંકશન/અન્ય પ્રસંગ જેમાં સેમિનાર/વકતવ્ય, સાંસ્કૃત્તિક કાર્યક્રમ/સ્કુલ ફંકશન, સંગીત સંધ્યા, ધંધાકીય મીટીંગ/ગુટ-ટુ-ગેધર, સામાજીક સંમેલન, નાટક, કે અન્ય નાના-મોટા પ્રસંગનો હેતુ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. ઓનલાઇન બુકિંગ વખતે અરજદારે પ્રસંગનો હેતુ વિકલ્પ તરીકે પસંદ કરવાનો રહે છે, જે વિકલ્પ પસંદ કર્યેથી જેતે કોમ્યુનિટી હોલની ઉપલબ્ધિ મુજબ કલર કોડેડ તારીખ સોફ્ટવેરમાં દર્શાવશે. બાદમાં પ્રસંગની તારીખ પસંદ કરવી, જે પૈકી કેસરી રંગ(પાછલી તારીખ), લીલો રંગ(બુકિંગ માટે ઉપલબ્ધ છે), લાલ રંગ(બુકિંગ ખાલી છે), ભુરો/પીળો રંગ(બુકિંગ ખુલવાનુ બાકી છે) તે મુજબ જેતે રંગની તારીખ સોફકટવેરમાં દર્શાવશે. બાદમાં કેપ્ચા કોડ દાખલ કરી “save and payment” પર સીલેકટ કર્યેથી ઓનલાઇન પેમેન્ટના ઉપલબ્ધ વિવિધ વિકલ્પો પૈકી કોઇપણ એક ઓપ્શન પસંદ કરી ઓનલાઇન પેમેન્ટ કરવું. બાદમાં <www.rmc.gov.in> પર હોલ બુકિંગ રીસીપ્ટમાં જઇ રીસીપ્ટ ડાઉનલોડ કરવી.
શહેરના નાગરિકોને આ સુવિધાનો જરૃરિયાત મુજબ લાભ લેવા અને વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાની ઢેબરભાઇ રોડ ખાતે આવેલ એસ્ટેટ શાખાનો સંપર્ક કરવા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા શ્રીમતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતી ચેરમેન મગનભાઇ સોરઠીયા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.(૨.૨૨)
આ કોમ્યુનિટી હોલમાં બુકીંગ થશે
કોમ્યુનિટી હોલનું નામ તથા સ્થળ-
અવંતિબાઇ લોધી (ભકિતનગર સ્ટેશન પ્લોટ)
ડો. આંબેડકર (જીલ્લા ગાર્ડન ચોક)
કવિશ્રી અમૃત ઘાયલ યુનિટ-૧ (યુનિવર્સિટી રોડ)
કવિશ્રી અમૃત ઘાયલ યુનિટ-૨ (યુનિવર્સિટી રોડ)
સંતશ્રી વેલનાથ યુનિટ-૧ (મોરબી રોડ)
સંતશ્રી વેલનાથ યુનિટ-૨ (મોરબી રોડ)
અભયભાઇ ભારદ્વાજ કોમ્યુનિટી હોલઃ યુનિટ-૧ (એ.સી.) (રૈયા રોડ પાસે)
અભયભાઇ ભારદ્વાજ કોમ્યુનિટી હોલઃ યુનિટ-૨ (એ.સી.) (રૈયા રોડ પાસે)
પૂજય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલઃ યુનિટ-૧ આનંદનગર)
પૂજય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલઃ યુનિટ-૨ (આનંદનગર)
મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ (સંતકબીર રોડ)
મનસુખભાઇ ઉઘાડ, માયાણી ચોક, પ્રતાપભાઇ ડોડીયા (માયાણી ચોક)
કયા-કયા કોમ્યુનીટી હોલ બંધ
કોમ્યુનીટી હોલ/ઓડીટોરીયમનું નામ ઝોન
શ્રી વસંતરાય ગજેંદ્ર ગઢકર કોમ્યુનિટી હોલ, ગુરુપ્રસાદ ચોક સેન્ટ્રલ
શ્રી ગુરુનાનક કોમ્યુનિટી હોલ, ગાયકવાડી સેન્ટ્રલ
એકલવ્ય કોમ્યુનિટી હોલ, ૨૪-જાગનાથ પ્લોટ સેન્ટ્રલ
શ્રી ગુરુ ગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલ, રૈયા રોડ સેન્ટ્રલ
શ્રી છત્રપતિ શિવાજી કોમ્યુનીટી હોલ, રેલનગર વેસ્ટ
શ્રી નાનજીભાઇ ચૌહાણ હોલ, ધરમનગર આવાસ યોજના વેસ્ટ
શ્રી નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલ, ધરમનગર આવાસ પાસે વેસ્ટ
શ્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાય કોમ્યુનિટી હોલ, સેટેલાઇટ ચોક વેસ્ટ
શ્રી મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ, ૮૦ ફુટ રોડ ઇસ્ટ
શ્રી કાંતીભાઇ વૈદ કોમ્યુનિટી હોલ, કોઠારીયા રોડ ઇસ્ટ
શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ ઇસ્ટ
(4:00 PM IST)










