<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

આરસીસી બેન્‍કના ચેરપર્સન ડો.બિનાબેન કુંડલિયાનો જન્‍મદિવસઃ ચોમેરથી શુભેચ્‍છાવર્ષા

 

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર રઘુવંશી સમાજના મોટા ગજાના આગેવાન અને ભામાશા તરીકે પ્રસિધ્‍ધ એવા સ્‍વ.શ્રી જયંતિભાઇ કુંડલીયાના પુત્રી, આરસીસી બેન્‍કના ચેરપર્સન તથા જાણીતા મહિલા અગ્રણી ડો.બિનાબેન કુંડલીયાના જન્‍મદિવસ નિમીતે ચોમેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. આરસીસી બેન્‍કના સીઇઓ, કાયદેઆઝમ ડો.પુરૂષોતમ પીપરીયાએ બીનાબેનને રૂબરૂ મળી શુભેચ્‍છા પાઠવતા જણાવેલ કે, હાસ્‍ય જ વિપસ્‍યના, હાસ્‍ય જ સાધના, હાસ્‍ય જ યોગ છે, જીંદગી જીવવાની એકમાત્ર જડીબુટ્ટી હાસ્‍યને ઇશ્વરે બીનાબેનનાં છલોછલ આપેલ છે. કોઇપણ વિપરીત સંજોગોમાં પણ સમસ્‍યાના ઉકેલ શોધવામાં મહારત ધરાવતા ડો.બિનાબેન કુંડલિયા રાજકોટ કેળવણી મડળ સહીત અનેક સંસ્‍થાઓમાં ટ્રસ્‍ટી અને પદાધીકારી તરીકે સેવા પ્રદાન કરી રહયાં છે.

થોડા દિવસો પહેલા ઓડીસાના પુરી ધામમાં બ્રેઇન સ્‍ટ્રોક આવેલ હતો ત્‍યારે તાત્‍કાલીક એર લીફટીંગ કરી ભુવનેશ્વરથી રાજકોટ ડો.મોઢાની ગોકુલ હોસ્‍પિટલમાં દાખલ કરેલ. આજે તેમની તબીયતમાં નોંધપાત્ર સુધારો થયો છે. ઇશ્વર તેમને દિર્ઘકાલીન જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના. અકિલા પરિવારે જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવવા સાથે ઝડપભેર પુનઃ સ્‍વસ્‍થ થઇ જાય તેવી શુભેચ્‍છા પાઠવી છે.

(4:05 PM IST)