News of Friday, 4th April 2025
ભાજપના સ્થાપનાદિન નિમીતે વોર્ડનં.૧પમાં સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ તા.૪: ભાજપના સ્થાપના દિવસના ભાગરૂપે તેમજ શ્રી પવિત્ર રામનવમીના પાવન અવસર પર વિધાનસભા ૬૮ (પુર્વ) વોર્ડનં.૧પના પેટા જનસેવા કાર્યાલયના સંચાલક નિલેશભાઇ હેરભા દ્વારા, આયોજક દાતા મયુરભાઇ ભંમરના સંયુકત ઉપક્રમે તા.૬ના રવિવારે મેગા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં સર્વ રોગ નિષ્ણાંત ડોકટરો ફ્રી તપાસ કરી ફ્રી દવા તેમજ ફ્રી ચશ્મા આપશે. તેમજ નાના બાળકોના આધારકાર્ડ, રાશન કેવાયસી, પોસ્ટ વિમા તથા પોસ્ટ એકાઉન્ટનો પણ કેમ્પ સાથે રાખેલ છે.
જનસેવા કાર્યાલયના પવિત્ર રામનવમીના દિવસે ત્રણ વર્ષ પુર્ણ થયા છે. તે નિમીતે આ કેમ્પ તા.૬ના સવારે ૯ થી ૧ ખોડીયાર નગર યુવા યુનીટી સંચાલીત, જનસેવા કાર્યાલય, નિલેશભાઇ રામભાઇ હેરભાની ઓફીસ, આજી જીઆઇડીસી મેઇન રોડ, આજી વસાહત શેરીનં.૧૦ કોર્નર, આજી ડેમ ચોકડીથી નજીક (મો.૯૭રપ૪ ૬૯૯૩૩) યોજાશે.
(4:21 PM IST)










