News of Saturday, 5th April 2025
રાજકોટ જિલ્લા ગાર્ડન ચોક પાસે બે જૂથ વચ્ચે બઘડાટી :સોડા બોટલોના ઘા ઝીકાયા :ત્રણ લોકો ઘાયલ :દુકાનો ટપોટપ બંધ
દૂધસાગર રોડ અને સ્થાનિક લોકોના જૂથ વચ્ચે માથાકૂટ બાદ અથડામણ : સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

રાજકોટ : શહેરના જિલ્લા ગાર્ડન પાસે રાત્રે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગયાના અહેવાલ મળે છે,
જિલ્લા ગાર્ડન પાસે બે જૂથ વચ્ચે બબાલમાં સોડા બોટલોના બેફામ ઘા ઝીકાતા સમગ્ર વિસ્તારમાં ભયના માહોલ વચ્ચે દુકાનો ટપોટપ બંધ થવા લાગી હતી આ અથડામણમાં ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલ મળે છે
વધુમાં જાણવા મળ્યા મુજબ શહેરના દૂધ સાગર રોડ અને સ્થાનિક લોકોના જૂથ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ બાદ અથડામણ થઇ હતી અને સોડા બોટલોના ઘા ઝીકાયા હતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ વચ્ચે તંગદિલી ફેલાઈ છે
(12:37 AM IST)










