તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
રાજકોટ બન્યુ રામમય : દેદીપ્યમાન શોભાયાત્રાની તડામાર તૈયારી

રાજકોટ : કાલે રામનવમી નિમિતે ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ ઉજવવા શહેરમાં આવેલ તમામ રામજી મંદિરોને અનેરા શણગાર સાથે આખો દિવસ સત્સંગ આરતીના કાર્યક્રમો આયોજીત થયા છે. દરમિયાન શહેરની ભાગોળે રૈયાધાર ખાતે આવેલ શ્રી રાધેશ્યામ ગૌશાળા દ્વારા આ વર્ષે પણ વિશ્વહિન્દુ પરિષદના સહયોગથી દેદિપ્યમાન શોભાયાત્રાનું આયોજન થયુ છે. કાલે ગાંધીગ્રામ નાણાવટી ચોકથી સત્ય યુગ શ્રી રામજી મંદિર ગોંડલ રોડ સુધીની વિશાળ શોભાયાત્રાનું આયોજન થયુ છે. જેની પૂર્વ તૈયારી રૂપે નાણાવટી ચોક અને શોભાયાત્રાના રૂટ પર અનેરા શણગાર કરવામાં આવ્યા છે. ભગવાન રામના વિશાળ કટઆઉટ સાથે ફલોટ સજાવટની થઇ રહેલ તૈયારીઓ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૧)
(11:38 AM IST)










