તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
દેશ-વિદેશના કરોડો સનાતની હિન્દુના લોહીના કણ કણમાં બીરાજતા વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી રામની ભારતની પ્રવિત્ર ધરતી ઉપર અવતરણની ઝાંખી
રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે ‘‘પુત્રનીષ્ઠ'' યશ કરાવેલ, તેના ફળ સ્વરૂપે શ્રી રામનો જન્મ થયેલ છે તાજેતરના આઈ.આઈ.ટીયનના સંશોધન મુજબ ભગવાન શ્રીરામ નો જન્મ ૫૧૧૪ ઇસ. પૂર્વમાં થયેલ અને શ્રી રામે ૩૯ વર્ષની વયે શ્રી લંકાના રાક્ષશ કુળના રાજા રાવણનો વધ કરેલ. પૃથ્વી ઉપરના સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે શ્રી રામે ધરતી ઉપર માનવરૂપે અવતરણ કરેલ છે. તે પિતા માતાના કઠોર આજ્ઞાનું સહર્ષ પાલન કરેલ. કુટુંબ કલ્યાણને રાજ્યની પ્રજાના મતનો આદર કરનાર છે. શ્રી રામે માતા દુર્ગાની પુજા આરાધના કરી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી રાવણ સામે જંગમાં વિજય હાંસલ કરેલ. ભગવાન રામનો જન્મ ત્રેત્રાયુગમાં ચૈત્ર શુકલ નોમ અર્થાત ચૈત્ર માસની નવમી તીથીમાં પુનર્વસુ નક્ષત્રમાં પાંચ ગ્રહોના પોતાના ઉચ્ચ સ્થાનમાં રહેવા પર તથા કલ્પ લગ્નમાં ચંદ્રમાના ગુરૂના સ્થિત પર થયેલ છે. જનજાગળતિ અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ શ્રી રામ નવમીના ધાર્મિક પ્રસંગ નીમીતે સંકલીત કરેલ માહિતિ મારફત જણાવે છે કે દેશ અને વિશ્વના ખુણે ખુણ વસતા કરોડો હિન્દુના લોહીના કણ કણમાં બીરાજતા શ્રી રામ શ્રી વિષ્ણુ ભગવાનનો અવતાર છે. તે ભારતની પવિત્ર ભુમી ઉપર સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે અને આસુરી અને અનીષ્ટ શક્તિનો નાશ કરવા માનવ અવતાર ધારણ કરેલ અને માનવ જાતને ગંભીર કષ્ટો વચ્ચે આદર્શ, ચરિત્ર, અને ધૈર્યો સાથે જીવન જીવી ભગવાન બની શકાય તેનું અતિ ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે. ધાર્મિક પુરાણો અનુસાર રાજા દશરથે પુત્ર પ્રાપ્તિ માટે ‘‘પુત્રનિષ્ઠ'' યજ્ઞ કરાવેલ આ યજ્ઞ ગુરૂ વશિષ્ટ અને શ્રુંગ રૂષિના નેતળત્વમાં થયેલ. આ યજ્ઞમાં દેશભરના ધણા મહાન તપસ્વી, ઋષી, મુની અને સંતોના વૈદિક મંત્રોચ્ચાર થી સંપન્ન થયેલ. યજ્ઞની સમાપ્તિ બાદ રાજા દશરથે દરેક સાધુ-સંતો અને બ્રાહમણોને ભરપુર દાન આપીને વિદાય કરેલા. રાજા દશરથે યજ્ઞનો પ્રસાદ પોતાની ત્રણેય રાણીઓ કૌશલ્યા, સુમીત્રા, અને કૈકેયીને આપેલ. તેના પ્રસાદના ફળ સ્વરૂપે રાણી કૌશલ્યાએ ચૈત્ર શુકલ નોમના દિવસે શ્રી રામનો જન્મ થયેલ હોવાનું મનાય છે. રામ શીશુનો ચહેરા અત્યંત તેજ અને અત્યંત આકર્ષક હતો. ભગવાન શ્રી રામના જન્મ સમયે દેવ લોક પણ આનંદ વિભોર થયેલ ભગવાનના જન્મ બાદ દેવલોકમાંથી બહમાજી સાથે અનેક દેવતા વિમાન માર્ગે અયોધ્યા પહોંચેલ હતાં સમગ્ર અયોધ્યા નગરમાં ખુબ જ ઉત્સવ અને આનંદ હતો. સમગ્ર નગરવાસીઓ મુખ્ય માર્ગો ઉપર આવી ઢોલ-નગારા - શરણાઈ વાદક સાથે નાચ-ગાન કરી રામજન્મને હરખથી વધારેલ. શ્રી રામે માનવ અવતાર અસુરો અને અનિષ્ઠના નાશ માટે ને માનવ જાતને ભય મુક્ત કરવા લીધેલ શ્રી રામ અતિ ઉત્તમ પુત્ર-પતિ- ભાઈઓના ભાઈ હતા. રામનવમીનો તહેવાર હિન્દુ સમાજ માટે ખુબ જ મહત્વનો છે.

આ શુભ પર્વના દિવસે ચૈત્રી નવરાત્રી સમાપ્ત થાય છે શ્રી રામે માતા દુર્ગાની પુજા આરાધના કરી દિવ્ય શકિત પ્રાપ્ત કરી રાવણ સામે જંગમાં વિજય હાંસલ કરેલ ધાર્મિક ઈતિહાસની નોંધ મુજબ રામનવમીના શુભદિવસે શ્રી તુલસીદાસજીએ રામચરિત માનસ લખવાનો શુભ આરંભ કરેલ.
રામનવમીના શુભ દિવસે કરોડો રામભકતો ઉપવાસ કરી શ્રી રામનું ભાવપૂર્વક પુજન કરે છે અને યથાશકિત દાન કરી પુણ્યનું ભાથું બાંધે છે એમ માનવામાં આવે છે કે અંતરની સાચી શ્રધ્ધા પૂર્વક શ્રી રામની પુજા- કીર્તન કરી વ્રત રાખવાથી વ્યકિતની બુધ્ધિમાં વળધ્ધિ થાય છે શ્રધ્ધા ભકિત અને ધૈર્યમાં પણ વધારો થાય છે.
રામનવમી સમગ્ર દેશ વિદેશમાં ખુબ જ ભાવ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવે છે. રાજા રામની નગરી અયોધ્યામાં રામનવમીની ઉજવણી અતિ ભવ્ય અને જાજરમાન હોઈ છે. દેશ અને વિદેશથી આવેલ લાખો રામ ભક્તો પવિત્ર સરયુ નદીમાં તાાન કરી ભગવાન રામની ભાવપૂર્વક પુજન અર્ચના કરે છે.
ભગવાન શ્રી રામના જન્મ દિવસે રાવણની શ્રી લંકા કેમ ભુલાય આપણા ધાર્મિક ઈતિહાસકારોના મતે સુકેશને ત્રણ પુત્રો હતા. માલી સુમાલી અને માલ્યાવાન આ ત્રણેય દૈત્યોએ પર્વત ઉપર લંકા નગરી વસાવેલ દેવોએ માલીને મારીને કુબેરને લંકાપતિ બનાવેલ રાવણની માતા કૈકેયીની પ્રખર ઈચ્છાથી રાવણે કુબેર સાથે યુધ્ધ કરી લંકા ઉપર કબજો કરી લંકાપતિ બનેલ રાવણનું શાસન લંકા ઉપરાંત મલેશીયા બમૉ અને ઈન્ડોનેશીયા સુધી હતું એક લોકવાયકા એવી છે કે લંકાનગરી ભોળાનાથ શીવે વસાવેલ પાર્વતી માતાની ઈચ્છાથી વિશ્વકર્મા મારફત સમુદ્ર થી ઘેરાયેલી ટેકરી ઉપર ભવ્ય સોનાનો રાજમહેલ બનાવેલ મહેલના ગળહપ્રવેશની ધાર્મિક વિધીના યજમાન પદે વિશ્વારૂષી આચાર્યે હતા. યજ્ઞ બાદ વિશ્વારૂષિએ દાનભેટ અર્થે શ્રીલંકાની માંગણી કરેલ અને દેવાધિદેવ ભોળાનાથ શિવે વિશ્વા રૂષીને શ્રીલંકા દાનરૂપે અર્પણ કરેલ. આ સમાચાર સાંભળી પાર્વતી માતા ખુબ જ ગુસ્સામાં આવી ગયેલ અને વિશ્વા રૂપીને શ્રાપ આપેલ કે લંકા મહાદેવના જ અંશ હનુમાન બાળીને ખાખ કરી નાંખશે.
શ્રી લંકામાં મહાદેવ શીવને અર્પણ ચાર મંદિર છે (૧) પંચઈશ્વરમ (૨) નાગુવૈશ્વરમ (૩) કેનેશ્વરમ (૪)દોહિદેશ્વરમ આ મંદિરો ખુબ જ પ્રસિધ્ધ છે જેને જોવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. શ્રી લંકામાં પ્રાચીન ધર્મ હિન્દુ છે અહીં વિશાળ સંખ્યામાં તામીલનાડુના તામીલો વસે છે. શ્રી લંકાના અનેક ભાગમાં આજપણ પ્રાચીન મંદિરો ઉભા છે.(૪૦.૨૦)
સંકલન
તખ્તસિંહ (તખુભા) રાઠોડ
મો.૯૮૨૪૨૧૬૧૩૦

(12:02 PM IST)










