<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

જે.બી.ઓ.ની મીટીંગમાં જૈનમ દ્વારા મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણકનું આમંત્રણ અપાયું

 

સોની બજાર ખાતે પ્રાચિન તીર્થ એવા માંડવી ચોક દેરાસરજી ખાતે જે.બી.ઓ. નાં સભ્‍યોની ગઇકાલે  મીટીંગ મળી હતી. આ મીટીંગમાં જે.બી.ઓ. નાં હર્ષિલભાઈ શાહ એ ભગવાન શ્રી મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણકની આગામી તા.૧૦ ને ગુરુવારનાં રોજ થનાર ઉજવણી માટે લોકોને આમંત્રીત કરવા જૈનમ પરિવારને વ્‍યવસ્‍થા કરી આપેલ હતી. આ મીટીંગમાં જૈનમ પરિવારનાં અમીષભાઈ દેસાઈ, પારસભાઈ શેઠ, ચિરાગભાઈ સંઘવી, ધર્મેશભાઈ બખાઈ, અમિતભાઈ લાખાણીએ મહોત્‍સવનાં વિવિધ કાર્યક્રમો અંગે માહીતી આપી તમામને ઉપસ્‍થિત રહેવા આમંત્રણ પાઠવ્‍યું હતું. ઉપરાંત જે.બી.ઓ. નાં સ્‍થાપક યુવા એડવોકેટ હર્ષિલભાઈ શાહ એ જે.બી.ઓ. નાં તમામ સભ્‍યોને મોટી સંખ્‍યામાં જન્‍મ કલ્‍યાણકનાં વિવિધ કાર્યક્રમોમાં જોડાવવા માટે આહવાન કરેલ હતું.

(2:24 PM IST)