News of Saturday, 5th April 2025
પ્રાચીન રાજાશાહીના સમયના શ્રીરૂખડીયા હનુમાનજી મંદિરે કાલે સુંદરકાંડના પાઠ-મહાઆરતી-ફરાળ
હિન્દુ યુવા વાહિનીના ર૩ માં સ્થાપના દિન નિમિતે આયોજન નિજ મંદિરની અંદર ગુફા, સાધુ સંતો માટે વિનામુલ્યે ચા પાણી, ભોજન, રોકાણની વ્યવસ્થા, બે ગૌશાળામાં ૧૦૦ ગાયોનો નિવાસઃ મહંત ત્યાગી ગંગદાસજી બાપુ

રાજકોટઃ શહેરની મધ્યે જંકશન રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ એવા પ્રાચિન રાજાશાહી વખતના શ્રી રૂખડીયા હનુમાનજી મંદિરે આવતીકાલે તા. ૬ ના રવિવારે સાંજે ૪ થી ૬:૩૦ સંગીતમય શ્રી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ રામનવમી અને હિન્દુ યુવા વાહિનાના ર૩ માં સ્થાપના દિને આ આયોજન થયું હોવાનું જણાવાયું છે.
પ્રાચીન હનુમાન દાદા મંદિર રૂખડિયા પરા રાજકોટ જંકશન સ્ટેશનની પાછળ શ્રી રૂખડિયા હનુમાન મંદિર જે ટૂંક સમયમાં જીર્ણોદ્ધાર થવા જઇ રહ્યો છે. મહંત શ્રી ત્યાગી ગંગદાસજી બાપુ હાલ આ મંદિરના ગાદીપતિ તરીકે છે. મંદિર તેમજ મોરબી રોડ ઉપર ગૌશાળા છે ત્યાં પણ હનુમાનદાદાનું મંદિર છે.
હિન્દુ યુવા વાહિની દ્વારા શ્રી રામદાસ બાપુ સુંદરકાંડ મંડળનાસંતો દ્વારા પઠન ભવ્ય આયોજન કરવામાં આવેલ છે સુંદર કાંડના મુખ્ય યજમાન શ્રી ઇશ્વરભાઇ શર્મા (રાજકોટ ગોલ્ડન લોજિસ્ટિક) છે તેમજ અન્ય દાતાઓનો સહયોગ મળેલ છે. આ પ્રસંગે મહંત યોગી શ્રી છિપ્રાનાથજી બાબા બાલકનાથ ગૌશાળા લાપાસરી, શ્રી યોગી રમાઇ નાથજી, બાલ યોગી શ્રી મનોહરનાથજી હલેન્ડા, શ્રી ત્યાગી મનમોહનદાસજી જગન્નાથ મંદિર નાનામોવા, શ્રી રામગોપાલદાસ બાપુ પીઠડીયા ખાસ ઉપસ્થિત રહેશે.
નિજ મંદિરના મહંત ત્યાગી ગંગદાસજી બાપુ જણાવે છે કે મંદિરની અંદર ગુફા છે વર્ષો અગાઉ પૂ. પ્રભુદાસબાપુ અહિં રોકાયા હતા અને તપ કરેલું સાધુ સંતો માટે વિનામુલ્યે ચા પાણી, ભોજન અને રોકાણની પણ વ્યવસ્થા રાખેલ છે. (તસ્વીરમાં સુધીરભાઇ પોપટ, વિરાજસિંહ ડોડીયા, વિપુલભાઇ જાદવ, મહંતશ્રી ગંગાદાસ ત્યાગી મો. ૮૨૦૦૭ ૨૭૩૫૧, અનુજભાઇ પાંડે અને હરપાલસિંહ જાડેજા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:27 PM IST)










