News of Saturday, 5th April 2025
શ્રી રામનામથી જ સર્વનો ઉધ્ધારઃ રામનવમીની શુભેચ્છા પાઠવતા રામભાઈ

રાજકોટ, તા.૫: રામ નવમીના પર્વની શુભેચ્છા પાઠવતા રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયા એ જણાવ્યું છે કે, ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરષોતમ છે. આજે ચૈત્ર સુદ નોમને દિવસે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો હતો. તેથી રામનવમીનું માહત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીયછે. રામનો મહિમા અનેરો છે, રામનામથી જ સર્વનો ઉધ્ધારછે. તેવું રામાયણમાં પણ ઉલ્લેખ છે. વાલીયો લુંટારો રામ-રામ બોલીને વાલ્મીકી ઋષિ બની ગયા, રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો, દેવોને પણ ત્રાસ આપતો હતો.તેથી ભગવાન વિષ્ણુએ રામાવતાર લઈને રાવણનો સંહાર કર્યો. સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે અને સાધના સફળ થાય છે. રામ એ સંસારનો વિશ્રામ છે. જીવમાત્ર આરામને શોધે છે. પરંતુ રામ વગર આરામ નથી. શ્રી રામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. સર્વઆપતિના હર્તા અને સર્વ સંપતિના દાતા છે. રામનામના મંત્રનો મહિમા અવર્ણનીય છે. જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિસંસ્કળતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે ભગવાન શ્રી રામને આ દૈત્યોનો નાશ કરવા ખુદને જન્મ લેવો પડ્યો. આજે સમગ્ર લોકોને રામનવમીના શુભ દિવસે ભગવાન શ્રી રામ બધાને સારી તંદુરસ્તી, સુખમય જિંદગી આપે અને આનંદમય જીવન પસાર થાય તેવી બધા લોકોને રામનવમીની રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ શુભેચ્છા પાઠવી છે.
(2:40 PM IST)










