<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

સત્‍યયુગ શ્રી રામજી મંદિરે કાલે રામજન્‍મોત્‍સવ

બપોરે ૧૨ વાગ્‍યે રામ જન્‍મોત્‍સવની આરતી : રાત્રે સ્‍વામિનારાયણ ભગવાન જન્‍મોત્‍સવની આરતી

રાજકોટ તા. ૫ : શહેરના ગોંડલ રોડ પર જુની બાળ અદાલત સામે આવેલ સત્તયુગ શ્રી રામજી મંદિરે કાલે રામનવમીની ધર્મમય કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આ રામજી મંદિરે છેલ્લા ૩૪ વર્ષથી બૃહદ બ્રહ્મમંત્ર ‘ૐ હ્રીં રામ જય રામ જય જય રામ'ની અખંડ ધૂન ચાલે છે. અહીંયા શ્રી રામલલ્લા ભગવાન ચતુર્ભુજ સ્‍વરૂપે બીરાજે છે. નીજ મંદિરમાં આખું રામચંદ્રજી ભગવાન, વિષ્‍ણુભગવાન સ્‍વારૂપે, સીતા માતાજી, લક્ષ્મણજી મહારાજ અને હનુમાનજી મહારાજ પણ બિરાજે છે.

આ મંદિરમાં કાલે રામનવમી નિમિતે બપોરે ૧૨ વાગ્‍યે રામ ભગવાનનો પ્રાગટય ઉત્‍સવ ઉજવાશે. રાત્રે ૧૦ વાગ્‍યે શ્રી સ્‍વામિનારાયણ ભગવાનના જન્‍મોત્‍સવની પણ આરતી કરાશે.

સર્વેભાવિક ભકતોએ પધારવા સત્‍યયુગ શ્રીરામજી મંદિર તરફથી જાહેર અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે રાહુલભાઇ જોશી મો.૯૪૨૬૭ ૧૯૦૨૮ અને સુરેશ મહારાજ મો.૬૩૫૨૭ ૩૮૯૫૭ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ રામનવમી મહોત્‍સવની વિગતો વર્ણવતા રાહુલભાઇ જોષી, બ્રિજેશભાઇ, છગનભાઇ ગજેરા અને કશ્‍યપભાઇ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:17 PM IST)