તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
રામ જન્મ જયંતી પ્રસંગે કાલે સાબરમતી લોહાણા પરિવાર દ્વારા સમુહ યજ્ઞોપવિત તથા પૂજા-આરતીનું ખાસ આયોજન

રાજકોટઃ અમદાવાદ-સાબરમતી ખાતે આવેલ શ્રી સાબરમતી લોહાણા પરિવાર (હા.ધો.ક.) દ્વારા લોહાણા જ્ઞાતિ સમુહ યજ્ઞોપવિત તથા શ્રી રામચંદ્ર ભગવાનની જન્મ જયંતી મહોત્સવ નિમિતે રામચંદ્ર ભગવાનની પૂજા તથા આરતીનો કાર્યક્રમ આવતીકાલે તા.૬ના રવિવારે ચૈત્ર સુદ નોમના દિવસે યોજાયેલ છે. (સ્થળઃ વિશ્વકર્મા મંદિર હોલ, ડી માર્ટની બાજુમાં, વિરૂત-ગાંધીનગર હાઈવે, સાબરમતી, અમદાવાદ.)
શ્રી સાબરમતી લોહાણા પરિવારની કારોબારીના હોદેદારો સર્વ શ્રી પીનાકીન જી.વિઠલાણી(પ્રમુખ), રાજેન્દ્રકુમાર એમ.માધવાણી(ઉપ-પ્રમુખ), બિપીનભાઈ સી.જોબનપુત્રા(મંત્રી), પંકજભાઈ એસ.જીવરાજાણી (ખજાનચી) અને કારોબારી સદસ્યો સર્વશ્રી અજયભાઈ એમ.ઓંધિયા, વિજય ડી.કારિયા, ભરતભાઈ સી.જસાણી, સંજય એન.ઠક્કર, કૃણાલ ડી.તન્ના, જીતેન્દ્ર જી.સાંગાણી, દિનેશ વી.ભાયાણી, પ્રજ્ઞેશ બી.ખુનડિયા, ધીરૂભાઈ એમ.તન્ના (ખાસ આમંત્રિત) ભારે જહેમત ઉઠાવી રહ્યા છે
(2:45 PM IST)










