તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
પ્રહલાદ પ્લોટ રામજી મંદિરેથી કાલે શોભાયાત્રા
બપોરે ૧૨ વાગ્યે જન્મોત્સવની આરતી : સાંજે શોભાયાત્રા પૂર્ણ થયે મહાઆરતી મહાપ્રસાદનું પણ આયોજન

રાજકોટ તા. પ : પ્રહલાદ પ્લોટ ખાતે આવેલ શ્રી રામવાડી મંદિરે કાલે રામનવમી નિમિતે શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે શ્રીરામજી ભગવાનની જન્મ જયંતિ નિમિતે કાલે ચૈત્ર સુદ નોમના રવિવારે બપોરે ૧૨ કલાકે નીજ મંદિરમાં મહાઆરતી થશે.
તેમજ સાંજે પ વાગ્યે પ્રહલાદ પ્લોટ મેઇનરોડ રાજકોટ ખાતે આવેલ શ્રી રામવાડી રામજી મંદિર ખાતેથી ડી.જે.ના સથવારે શોભાયાત્રાનો પ્રારંભ કરાશે. જે કરણપરા ચોક, આશાપુરા રોડ, કરણસિંહજી રોડ, કિશોરસિંહજી રોડ, પેલેસ રોડ, ચબુતરા ચોક થઇ પ્રહલાદ પ્લોટ રામજી મંદિર ખાતે સમાપન થશે. જયાં સાંજે ૭ વાગ્યે મહાઆરતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.
ધર્મપ્રેમીજનોએ આ ધર્મોત્સવમાં સાથે જોડાવા રામજી મંદિરના મહંતશ્રી મેરામબાપુ (રામવાડી), મહંતશ્રી ટીટા ભગત (નકલંક મંદિર, સંત આંબેવપીર મોટી જગ્યા પાળ), નિલેશભાઇ ચાવડીયા, દિપકભાઇ ભગત, ભરતભાઇ ભગત, રણજીતભાઇ ચાવડીયા, વિશાલભાઇ માંડલીયા, દિપકભાઇ ભટ્ટ, ભાગ્યેશભાઇ શાહ, પિન્ટુભાઇ કોટક, વર્ષિતભાઇ મોરજરીયા, સંજયભાઇ ડાભી, ઇન્દ્રજીતસિંહ ઝાલા, મોહીત ભગત, ધવલ નથવાણી, સિધ્ધાર્થ ભગત, તુલસીભાઇ ભલસોડ, અમિત ભગત, વિક્રમ ભગત, મહેશ ભગત, તુષારભાઇ જાદવ, મયુરભાઇ ભગત, અમિત ગોંડલીયા, જયેશભાઇ ભગત, નિર્ભયભાઇ, શૈલેષભાઇ હાપલીયા, પંકજભાઇ ગોસ્વામી, દડુભા ખુમાણ, દિપકભાઇ પારેખ, તેજસભાઇ આશરાએ આયોજન કમીટીવતી જાહેર અનુરોધ કર્યો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન કમીટીના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:45 PM IST)










