<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

વિહિપ- રાધેશ્‍યામ ગોૈશાળા દ્વારા રાત્રે ડાયરોઃ કાલે ભકિતભીની શોભાયાત્રા

કભી રામ બનકે, કભી શ્‍યામ બનકે, ચલે આના પ્રભુજી ચલે આના... ડાયરાનો અને યાત્રાનો લાભ લેવા જાહેર નિમંત્રણઃ રામનવમીની યાત્રાનો નાણાવટી ચોકથી પ્રારંભઃ ગોંડલ રોડ પર રામજી મંદિરે વિરામ

રાજકોટ તા.પઃ વિશ્‍વ હિન્‍દુ પરિષદ, બજરંગદળ અને શ્રી રાધેશ્‍યામ ગોૈશાળા દ્વારા આવતીકાલે રામનવમી નિમિતે ભવ્‍ય શોભાયાત્રા નીકળનાર છે. તે પૂર્વ આજે શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્‍યે. નાણાવટી ચોક, રૈયા ચોકડી પાસે, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે કસુંબલ લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. તેમ વિહિપના ઉતર જિલ્લાના મંત્રી વિનય કારિયા જણાવે છે.

વિશ્વ હિન્‍દુ પરિષદ તથા બજરંગ દળ તથા શ્રી રાધેશ્‍યામ ગૌશાળા દ્વારા તારીખ ૫ /૪ /૨૫ શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે  ‘રંગ કસુંબલ ભવ્‍ય લોક ડાયરો' નું આયોજન કરેલું છે. જેમાં લોકસાહિત્‍યકાર શ્રી સુભાષભાઈ જળુ તથા શ્રી પ્રવીણભાઈ આહીર જેવા સુપ્રસિદ્ધ કલાકારો લોકસાહિત્‍ય નું રસપાન સર્વે રામભક્‍તોને કરાવશે. લોક ડાયરામાં બાળ કલાકાર ‘ઉસ્‍તાદ જય' (તબલા વાદક) લોકો માટે આકર્ષણ જમાવશે.

આ લોક ડાયરામાં વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ, શ્રીરામ ગૌશાળા નું સમસ્‍ત સંગઠન ઉપરાંત રાજકોટની ધર્મપ્રેમી જનતા ને જાહેર આમંત્રણ આપવામાં આવેલું છે. ડાયરા નો સમય રાત્રે ૮:૩૦ થી ૧૨:૦૦ વાગ્‍યા સુધીનો રહેશે.

લોકડાયરો પૂર્ણ થાય પછી સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા બીજા દિવસે સવારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવશે. બીજે દિવસે સવારે તા. ૬/૪/૨૫ સવારે ૭ થી ૮ કલાકે ધર્મસભા નાણાવટી ચોકે યોજાશે તથા સવારે ૯:૦૦ કલાકે રામ નવમી ની ભવ્‍ય શોભાયાત્રા નાણાવટી ચોક થી પ્રારંભ થશે. આ શોભાયાત્રા ગોંડલ રોડ ઉપર આવેલ સતયુગ શ્રી રામ મંદિર પૂર્ણ થશે ત્‍યાં બપોરે ૧૨:૩૦ કલાકે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન રહેશે.

શોભાયાત્રા નાણાવટી ચોકથી પ્રસ્‍થાન કરી રૈયા ચોકડી, કનૈયા ચોક, બ્રહ્મસમાજ ચોક હનુમાન મઢી, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત (અકિલા) ચોક, રોકડીયા હનુમાન મંદિર, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મંદિર, ત્રિકોણબાગ, સાંગણવા ચોક, ભુપેન્‍દ્ર રોડ, પેલેસ રોડ, ગુંદાવાડી ચોક, ભુતખાત ચોક સુર્યકાંન્‍ત હોટલ ચોક,  થઇ ગોંડલ રોડ રામજી મંદિર, ન્‍યાલ ભગત અન્નક્ષેત્ર ખાતે વિરામ લેશે. ત્‍યાં બપોરે ૧૨.૩૦ વાગ્‍યે મહાઆરતી થશે

(2:46 PM IST)