<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના હુકમ વિરૂધ્‍ધ હુકમ ફરમાવનાર કલેકટર તથા લોધીકા મામલતદારને નોટીસ

પાળ દરબારએ કલેક્‍ટરને તથા મામલતદારને પાઠવેલ કન્‍ટેમ્‍પ નોટીસ

રાજકોટ જીલ્લા કલેક્‍ટરએ નામદાર ગુજરાત હાઈકોર્ટએ કે સુપ્રિમ કોર્ટએ આદેશ કરેલ નથી તેમ છતા હાઈકોર્ટએ અને સુપ્રિમ કોર્ટએ તેને આદેશ કરેલ હોય તેમ પોતાની રીતે મનસ્‍વી અર્થઘટન કરી પાળ દરબારની લોધીકા તાલુકામાં પાળ ગામે આવેલ જમીનો સરકાર દાખલ કરવા તથા રેવન્‍યુ રેકોર્ડમાં તેના હુકમની નોંધ દાખલ કરવા હુકમ ફરમાવેલ છે. તેની સામે પાળ દરબાર અમરસિંહ હરિશ્‍ચંદ્રસિંહ જાડેજા, રહે. પાળ દરબારગઢનાએ લોધીકા મામલતદાર તથા રાજકોટ જીલ્લા કલેક્‍ટરને કન્‍ટેમ્‍પટ ઓફ (કોર્ટની એટલે કે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટના હુકમની અવહેલના અને અપમાન કરવા સામે નોટીસ ફટકારેલ છે.

વાસ્‍તવિક હકીકતો મુજબ સ્‍વ. હરિશ્‍ચંદ્રસિંહ ભારતસિંહ જાડેજા લોધીકા તાલુકાના પાળ ગામ સહિત અન્‍ય ૫ (પાંચ) ગામના તાલુકદાર હતા. જેઓ તા.૧૪/૦૮/૨૦૦૬ના રોજ અમરસિંહ હરિશ્‍ચંદ્રસિંહ જાડેજા તથા અન્‍ય વારસો સ્‍વ. એચ.બી.જાડેજાની ભુસંપતિના માલિક બનેલ. સ્‍વ. એચ.બી જાડેજાના વારસોની ભુસંપતિ હાલમાં રૈયા, પાળ અને જસવંતપુર ગામે આવેલ છે, જેમાં લોધીકા તાલુકાના પાળ ગામે કુલ ૧૨ સર્વે નંબરમાં વહેંચાયેલી ખેતી જમીનો છે.

ભારત આઝાદ થયા બાદ શહેરી જમીન ટોચ મર્યાદા અને ખેત જમીન ટોચ મર્યાદા ૧૯૭૦ના દાયકામાં અમલમાં આવેલ. જે અનુસંધાને સ્‍વ. એચ.ભી.જાડેજા (સિનિયર પાળ બાપુ) એ પોતાની ભુસંપતિ જાહેર કરવા શહેરી જમીન ટોચ મર્યાદા અને ખેત જમીન ટોચ મર્યાદાના કાયદા હેઠળ ડેક્‍લેરેશન કરતા ફોર્મ રજુ કરેલ. ત્‍યારબાદ ધારણકરવા યોગ્‍ય જગ્‍યા બાબતે સને ૧૯૭૬થી ૨૦૨૪ સુધી હાઈકોર્ટ સુપ્રિમ કોર્ટ સુધી લીટીગેશન થયેલ જેમાં છેલ્લે નામદાર ગુજરાત હાઈકોર્ટએ સરકાર તથા પાળ બાપુની સામસામી ચાલતી કાર્યવાહીમાં પાળ દરબાર અમરસિંહ હરિશ્‍ચંદ્રસિંહ જાડેજા તથા અન્‍ય વારસોને વિશેષ મળવાપાત્ર અને રાખવાપાત્ર જમીન બાબતે ચોઈસ આપવા જમીન બાબતે પસંદગી કરવાની તક આપવાનો હુકમ કાયમ રાખેલ છે. જેની સામે પાળ દરબાર અને જીલ્લા કલેક્‍ટર સરકાર અરસ પરસ કાનુની કાર્યવાહી કરી સુપ્રિમ કોર્ટમાં ગયેલ છે. પરંતુ સુપ્રિમ કોર્ટએ કે ગુજરાત હાઈકોર્ટએ આજ દિવસ સુધી જીલ્લા કલેકટરને પાળ દરબારની પાળ મુકામે આવેલ ખેતી જમીન શ્રીસરકાર કરવા કે તેનો કબ્‍જો - પેપ૨ ૫જેસન લેવા કોઈ આદેશ કરેલ નથી. તેમ છતા તા. ૨૭/૧/૨૫ના રોજ પાળની જગ્‍યા સુપ્રિમ કોર્ટ ધ્‍વારા જે નિર્ણય કરવામા આવે તેની શરતે શ્રીસરકાર કરવા હુકમ ફરમાવેલ છે. આ અપકળત્‍ય સામે પાળ દરબારએ સક્ષમ સતાધિકારીઓને લેખિત વાંધાઓ આપી હીયરીંગની ડીમાન્‍ડ કરેલ, પરંતુ તેઓએ લેન્‍ડ રેવન્‍યુ કોડની જોગવાઈને કોરાણે મુકી ફકત ૧૧ દિવસમાં તમામ જગ્‍યાને સરકારી ગણાવવા અને શ્રી સરકારના હેડ ઉપર દાખલ કરવા ઓર્ડર કરેલ છે - નોંધ પ્રમાણીત કરેલ છે. તેમજ આવી નોંધ દાખલ કરતા પહેલા પાળ દરબારની પાળ મુકામે આવેલી જગ્‍યાઓમાં સરકારની માલિકી છે. તેવા બોર્ડ કાયદો હાથમાં લઈ લગાવી ગયેલ

 ગેરકાયદેસરતાની પરાકાષ્ટા તો એ છે કે, રાજકોટના રૈયા ગામ મુકામે આવેલ રે.સ. નં. ૨૫૦ની જમીન બાબતે નકુલન એસ. પનીકર વિરૂધ્‍ધ કાંતીલાલ અંબાલાલ પટેલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રૈયાના રે.સ.નં. ૨૫૦ની જમીન બાબતે મિલાપીપણામાં કરેલ દાવા અનુસંધાને ઉત્તરોઉતર તકરાર ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચતા નામદાર ગુજરાત હાઈકોર્ટએ ફર્સ્‍ટ અપીલ નં.૨૨૩૮/૨૦૧૨ તથા અન્‍ય અપીલમાં સંયુક્‍ત રીતે તા. ૧૮/૭/૧૨ના રોજ હુકમ ફરમાવી ફક્‍ત રૈયાના રે.સ.નં.૨૫૦ની જમીન એકર ૧૬૮-૩૯ બાબતે એક કમીટી રચવા આદેશ કરેલ જેમાં હાઈકોર્ટના રજીસ્‍ટ્રાર, રાજકોટ તાલુકા મામલતદાર તથા રાજકોટ ડીસ્‍ટ્રીકટ કોર્ટના જવાબદાર અધિકારીને રૈયાના રે.સ.નં.૨૫૦ની જમીનનો કબ્‍જો રીસીવર તરીકે કમીટીને સોંપવા આદેશ. કરેલ. આ આદેશ ફક્‍ત રૈયાના રે.સ.નં. ૨૫૦ પુરતો જ છે. ગુજરાત હાઈકોર્ટની ઉપરોકત ફર્સ્‍ટ અપીલનો નિકાલ થયા બાદ સુપ્રિમ કોર્ટ ધ્‍વારા રૈયાના રે.સ.નં ૨૫૦ પુરતો કમીટી ધ્‍વારા જગ્‍યાની જાળવણીનો હુકમ યથાવત રાખેલ છે. આ હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટ સમક્ષની કાર્યવાહીમાં પાળ દરબારની અન્‍ય કોઈ ખેતી જમીન બાબતે ઉપરોકત કમીટીને કબ્‍જો સોંપવો તેવો કોઈ આદેશ ન હોવા છતાં રાજકોટ જીલ્લા કલેકટરએ ગુજરાત હાઈકોર્ટએ કે સુપ્રિમ કોર્ટએ પાળની જગ્‍યા બાબતે ઉપરોકત કાર્યવાહીમાં કોઈ આદેશ કરેલ ન હોવા છતાં સદરહુ ઉચ્‍ચ અદાલતોએ તમામ જગ્‍યાના કબ્‍જા સોંપવાનો હુકમ કરેલ છે. તેવું વિકળત અર્થઘટન કરેલ છે. હાઈકોર્ટએ કયારેય પાળ ગામની જમીનના કબ્‍જા કમીટીને સોંપવા હુકમ કરેલ નથી તેમ છતાં હાઈકોર્ટના ફર્સ્‍ટ અપીલ નં.૨૨૩૮/૧૨, તા. ૧૮/૭/૧૨ના હુકમથી નિયત થયેલ કમીટીને સોંપવાનો હુકમ કરવામાં આવેલ છે તેવું ઠરાવી રેવન્‍યુ રેકર્ડમાં નોંધ દાખલ કરવા મોકલેલ છે અને પોતે આ કમીટીના સુપિરીયર હોય તે રીતે કમીટીના સભ્‍યોને પત્ર લખી પોતે આચરેલ ગેરકાયદેસરતાની અમલવારી કરવા જાણ કરેલ છે.

 પાળ દરબારને આ ગેરકાયદેસરતા અનુસંધાને લે.રે.કોડ કલમ - ૧૩૫ (ડી) અન્‍વયે નોટીસ મળતા તેઓ ચોંકી ઉઠેલ અને કલેકટર અને લોધીકા મામલતદાર ધ્‍વારા ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના હુકમોની અવહેલના અપમાન અને કન્‍ટેમ્‍પટ થાય તે રીતે લોધીકા મામલતદાર તથા કલેકટરનું કળત્‍ય હોવાથી કન્‍ટેમ્‍પટ ઓફ કોર્ટ એકટ મુજબ ખુલાસો પાઠવવા નોટીસ આપવામાં આવતા ચકચાર થઈ ગયેલ છે. આ બાબતે જીલ્લા કોર્ટના રજીસ્‍ટ્રારને પણ કલેક્‍ટરના ગેરકાયદેસર હુકમની બજવણી થતાં તેને પણ ગુજરાત હાઈકોર્ટના રજીસ્‍ટ્રાર કે જે ઉપર્યુક્‍ત કમીટીના ચેરમેન છે, તેનું માર્ગદર્શન માંગેલ છે. પાળ દરબાર ધ્‍વારા આ ગેરકાયદેસરતા ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટની કાર્યવાહી હાથ પરવામાં આવતા આવતા અઠવાડીયામાં કદાચ લોધીકા મામલતદાર તથા જીલ્લા કલેકટરને હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટનું તેડું આવે તેવા સંજોગો સર્જાયા છે.

ઉપરોકત કન્‍ટેમ્‍પટ ઓફ કોર્ટ બાબતેની કાર્યવાહી તથા રૈયા રે.સ.નં.૨૫૦ની અપીલની કાર્યવાહીમાં પાળ દરબાર તથા અન્‍ય વારસો વતી એડવોકેટ દરજજે વિકાસ કે. શેઠ, અલ્‍પા શેઠ, પ્રકાશ બેડવા, ફાતેમાં ભારમલ વિગેરે વકીલ તરીકે રોકાયેલ છે.

(2:58 PM IST)