<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

રવિરત્‍ન પાર્કમાંથી નેપાળી પરિણીતા ગૂમઃ જોવા મળે તો જાણ કરો

 

રાજકોટ તા.૫: યુનિવર્સિટી રોડ પર રવિ રત્‍ન પાર્ક બિન્‍દ્રા એપાર્ટમેન્‍ટની ચોકીદાર રૂમમાં રહેતાં મુળ નેપાળના સુશીલ નિર્મલભાઇ સાઉદ (ઉ.વ.૨૨)ની પત્‍નિ લક્ષ્મીબાઇ (ઉ.૨૨) તા. ૨ના રોજ ઘરેથી નીકળી ગયા બાદ ગૂમ થઇ જતાં શોધખોળ બાદ યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોનસ. રાહુલભાઇએ તપાસ હાથ ધરી છે. લક્ષ્મીબાઇ વાને ગોરી છે અને ઉંચાઇ પાંચ ફુટ ચાર ઇંચ છે. તે નેપાળમાં અગિયારમા ધોરણ સુધી ભણી છે. તે ઘરેથી નીકળી ત્‍યારે સફેદ કલરનો ડ્રેસ પહેરેલો હતો. તસ્‍વીરમાં દેખાતી લક્ષ્મીબાઇ કોઇને જોવા મળે તો પોલીસને અથવા મો. ૭૦૪૧૪ ૩૩૫૮૯ ઉપર જાણ કરવા જણાવાયું છે.

(4:18 PM IST)