તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
જીલ્લા ગાર્ડન પાસે ગાળ બોલવા મામલે બઘડાટીઃ ધોકા, સોડા બોટલના ઘાઃ તોૈફિક અને તેના ભાઇ અકીબને ઇજા
ડખ્ખાને પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી અને દુકાનો ધડાધડ બંધ થઇ ગઇ હતી રણછોડનગરમાં રહેતો મોબાઇલનો ધંધાર્થી તોૈફિક જંગલેશ્વરમાંથી ઘરે જતો હતો ત્યારે ટોળુ જોઇ જોવા જતાં તેના ભાઇ અકીબ સાથે માથાકુટ થતી હતીઃ વચ્ચે પડતાં તેને પણ ઇજાઃ અરબાઝ, હુશેન સહિતના તૂટી પડયા હતાં: ઘરમેળે સમાધાન

રાજકોટ તા. ૫: શેરના જીલ્લા ગાર્ડન ચોકમાં મોડી રાતે બે જૂથ સામ સામે આવી જતાં એક બીજા પર છરી, સોડા બોટલ, ધોકાથી હુમલો કરવામાં આવતાં નાસભાગ મચી ગઇ હતી. ગાળો બોલવા મામલે આ ડખ્ખો થયો હતો. જેમાં બે ભાઇઓને ઇજા પહોંચતાં એકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જો કે આ મામલે પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ કરતાં બંને પક્ષે વડિલોની હાજરીમાં સમાધાન કરી લીધાનું જણાવી ફરિયાદ નોંધાવી નહોતી. ધમાલને પગલે આસપાસની દૂકાનો પણ બંધ થઇ ગઇ હતી અને એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચની ટીમો પણ દોડી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ રાતે સાડા દસેક વાગ્યે શહેરના જિલ્લા ગાર્ડન ચોક નજીક મારામારીની ઘટના બની હતી. જેમાં સામાકાંઠા વિસ્તારમાં સદ્દગુરૂ રણછોડનગરમાં રહેતા બે ભાઈઓ પર સોડા બોટલ, ધોકાથી હુમલો થતાં ભય ફેલાઇ ગય હતો. ઘટનાની જાણ થતા એ-ડિવિઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમો પણ દોડી ગઇ હતી. આ માથાકુટ, મારામારીમાં રણછોડનગર મેઇન રોડ પર રહેતા અને પેડક રોડ પર ડિવાઇન મોબાઇલ નામે દૂકાન ચલાવતાં તૌફીક રફીકભાઈ મહંતો (ઉ.વ.૩૦)ને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે પોતાના પર અરબાઝ, હુશેન, સહિતે ધોકા-બોટલથી હુમલો કર્યાનું કહેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ એ-ડિવીઝન પોલીસમાં નોંધ કરાવી હતી. આ હુમલામાં તોૈફિકના ભાઇ અકીબ રફીકભાઇ મહંતો (ઉ.વ.૨૮)ને પણ ઇજા પહોંચી હતી. જો કે તેને સારવાર લેવી પડી તેવી ઇજા નહોતી.
હોસ્પિટલના બિછાનેથી તોૈફિકે કહ્યું હતું કે હું જંગલેશ્વર શ્રમશ્રધ્ધા સોસાયટીમાં મારા મિત્રના પિતાજીનું અવસાન થયું હોઇ ત્યાં બેસીને ઘરે આવતો હતો ત્યારે જીલ્લા ગાર્ડન પાસે ટોળુ જોતાં ત્યાં જોવા જતાં મારા નાના ભાઇ અકીબ સાથે મારામારી થયાની ખબર પડતાં હું વચ્ચે પડતાં મારા પર હુમલો થયો હતો. મારા ભાઇને શા માટે ડખ્ખો થયો હતો તેની મને ખબર નથી. જો કે પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ બચ્ચા નામના શખ્સ સાથે ગાળાગાળી થયા બાદ મામલો બીચકતાં બે જુથ સામે સામે આવી ગયા હતાં. પોલીસે તોૈફિકની ફરિયાદ નોંધવા પહોંચી હતી. પરંતુ તેણે વડિલોની મધ્યસ્થીથી સમાધાન થઇ ગયાનું કહી ફરિયાદ નોંધાવી નહોતી.
(3:29 PM IST)










