<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

સિવિલ હોસ્‍પિટલના ઇમર્જન્‍સી વિભાગમાં દર્દીએ છરી કાઢતાં સ્‍ટાફ ફફડી ગયો

અકસ્‍માતમાં ઇજા થયેલા શખ્‍સને ૧૦૮ મારફત લાવવામાં આવ્‍યો હતોઃ સિક્‍યુરીટી ટીમના એક્‍સ-આર્મીમેને છરી ઝુંટવી લીધીઃ સારવાર માટે સમય અપાયો ત્‍યારે તક જોઇ નાશી ગયોઃ છરી પ્ર.નગર પોલીસને સોંપાઇ

રાજકોટ તા. ૫: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલના ઇમર્જન્‍સી વિભાગમાં સવારે સાડા આઠેક વાગ્‍યે એક અજાણ્‍યા વ્‍યક્‍તિ ને ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં લાવવામાં આવેલ. અહિ ૧૦૮ના સ્‍ટાફ અને સિવિલ હોસ્‍પિટલના સ્‍ટાફે સ્‍ટ્રેચર મારફત તેને ઇમર્જન્‍સી વોર્ડમાં સારવાર માટે લઇ જતાં આ દર્દીએ ઇમર્જન્‍સી વિભાગમાં પોતાની પાસે રહેલી મોટી છરી કાઢતાં સ્‍ટાફમાં ભય ફેલાઇ ગયો હતો.

જો કે અહિ ફરજ પર સિક્‍યુરીટી ટીમમાં એક્‍સ-આર્મીમેન હિતેષભાઇ સહિતનો સ્‍ટાફ હાજર હોઇ તુરત જ છરી ઝૂંટવી લેવાઇ હતી. બીજી તરફ આ દર્દીને અકસ્‍માતમાં ઇજા થઇ હોઇ જેથી પહેલા તેની સારવાર જરૂરી લાગતાં સિક્‍યુરીટી ટીમે તેને સારવાર માટે સમય આપ્‍યો હતો. આ વખતેં તે તક જોઇ ઇમર્જન્‍સી વિભાગમાંથી ભાગી ગયો હતો. સિક્‍યુરીટી ઇન્‍ચાર્જ દ્વારા કબ્‍જે થયેલી છરી પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં રજૂ કરવામાં આવી હતી. દર્દી કોણ હતું? ક્‍યાંથી તેને લાવવામાં આવ્‍યું હતું? તેની તપાસ થઇ રહી છે. તસ્‍વીરમાં કબ્‍જે થયેલી છરી જોઇ શકાય છે.

(4:17 PM IST)