<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ઓહોહો...રાજકોટમાં રણ જેવો અનુભવઃ ૪૩ ડીગ્રીઃ સીઝનનું હાઈએસ્‍ટ તાપમાન

બપોરે ૨:૩૦ વાગ્‍યે

રાજકોટઃ છેલ્લા કેટલાક દિવસોથી આકરા તાપ ગરમીએ હાહાકાર મચાવી દીધો છે. બપોરના સમયે માર્ગો સુમસામ બની જાય છે. લોકોથી માંડી પશુ પંખીઓની હાલત પણ કફોડી બની છે. ત્‍યારે આજે બપોરે ૨:૩૦ વાગ્‍યે તાપમાનનો પારો ૪૩ ડીગ્રીએ પહોંચી ગયો છે. જે સાંજ સુધીમાં હજુ એકાદ ડીગ્રીનો વધારો થઈ શકે છે. આમ, આજે રાજકોટ શહેરોમાં સિઝનનું હાઈએસ્‍ટ તાપમાન નોંધાશે.

(3:36 PM IST)